Home Tech/Gadgets Canada Social Media Ai Chatbot Ban Under 16 Children

બાળકોના માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે વિશ્વભરમાં લેવાયા કડક પગલાં : AI ચેટબોટ્સ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાગશે બેન!

Ban on social media and AI chatbots
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 13, 2026, 03:15 AM IST

Ban on social media and AI chatbots : આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પાછળ કલાકો વિતાવે છે. પરંતુ હવે બાળકો પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જોખમોને જોતા, વિશ્વના ઘણા દેશો તેના પર પ્રતિબંધ મૂકવા તરફ આગળ વધી રહ્યા છે. આ કડીમાં હવે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ચેટબોટ્સને પણ આ પ્રતિબંધના દાયરામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેનેડા દેશમાંથી એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI ચેટબોટ્સના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ

સરકારોનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ChatGPT, Gemini કે Grok જેવા AI ચેટબોટ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે યુઝર્સને સતત પોતાની તરફ આકર્ષિત રાખે છે. આના કારણે બાળકો કલાકો સુધી ઓનલાઇન રહે છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. વિશ્વભરમાં આ બાબતને લઈને ચિંતા વધી રહી છે કે સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં ડિપ્રેશન, માનસિક તણાવ અને એકલતા જેવી ગંભીર સમસ્યાઓ વધી રહી છે. આથી બાળકોને સુરક્ષિત રાખવા આ પગલું જરૂરી બન્યું છે.

1.3 અબજ લોકોનું પાણી એકલું પી જશે AI!: ટેકનોલોજીની ચમક પાછળ હોમાઈ રહ્યું છે પર્યાવરણ, જાણો 2030 સુધીમાં કેવી હશે સ્થિતિ

કેનેડા સરકારનું નવું બિલ અને ભારે દંડ

કેનેડા સરકારે આ જોખમોથી બાળકોને બચાવવા માટે એક નવું 'ડિજિટલ સેફ્ટી બિલ' રજૂ કર્યું છે. જો આ બિલ પાસ થઈને કાયદો બની જશે, તો બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને AI એપ્સ વાપરવા પર કાયદેસર પ્રતિબંધ આવી જશે. આ કાયદા હેઠળ એક ડિજિટલ નિયમનકાર (Digital Regulator) બનાવવામાં આવશે, જે સોશિયલ મીડિયા અને ચેટબોટ્સ માટે કડક સુરક્ષા નિયમો નક્કી કરશે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેના પર તેની વૈશ્વિક આવકના 3% અથવા 10 મિલિયન કેનેડિયન ડોલર (આશરે કરોડો રૂપિયા) નો મોટો દંડ થઈ શકે છે.

વિશ્વના અન્ય દેશોની સ્થિતિ

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જ્યાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પછી હવે ગ્રીસમાં પણ આગામી વર્ષથી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ફ્રાન્સ, ડેનમાર્ક, પોલેન્ડ, યુનાઇટેડ કિંગડમ (UK) અને સ્પેન જેવા દેશો પણ આ પ્રકારના કડક કાયદા બનાવવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છે. કેનેડા આ લિસ્ટમાં એવો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે જે સોશિયલ મીડિયાની સાથે AI ચેટબોટ્સ પર પણ પ્રતિબંધ મૂકશે.

Redmi-Realmeને ટક્કર આપવા OnePlus લાવી રહ્યું છે નવો બજેટ સ્માર્ટફોન: રૂ.20,000થી ઓછી કિંમતમાં મળશે પ્રીમિયમ ફીચર્સ

આ મુદ્દા પર ભારત ક્યાં છે?

ભારતમાં પણ સોશિયલ મીડિયાના કારણે બાળકોના બગડતા સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને બાળકો માટે તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ ઉઠી રહી છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી દેશવ્યાપી કોઈ સત્તાવાર નિર્ણય કે ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ, રાજ્ય સ્તરે આ અંગે પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ પોતપોતાના સ્તરે અનુક્રમે 16 વર્ષ અને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને આ દિશામાં પહેલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now