ગાંધીનગરમાં વિવિધ મુદ્દાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ મંત્રી હાજર રહેશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીના પ્રવાસની સમક્ષા, ખેડુત સહાય, ગ્રામ પંચાયતની ચૂંટણી અને મંત્રી બચું ખાબડના પૂત્રએ કરેલા મનરેગા કૌભાડ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદ અને કોવીડની સ્થિતિને લઈ પણ ચર્ચા થઈ શકે છે.
વિવિધ મુદ્દાને લઈ ચર્ચા
રાજ્યમાં અગામી સમયમાં 8240 હજારથી વધુ પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે. આ ચૂંટણીને લઈ વિગતે સમીક્ષા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મંત્રી પૂત્રના મનરેગા કૌભાડને લઈ મહત્વ પૂર્ણ ચર્ચા થશે. કમોસમી વરસાદ પડવાથી રાજ્યના ખેડુતોના પાકને ભારે નુકસાન થયું છે. તેથી ખુડતોને આર્થિક સહાય પૂરી પાડવા અંગે વિચારણા કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ત્યારે કોરોના રાજ્યમાં વધુ ન ફેલાય તે અંગે પણ ચર્ચા થવાની સંભાવના રહેલી છે..................
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






