logo-img
Byd Atto 3s New And Updated Model Atto 3 Evo Revealed Know Features And Price

BYD Atto 3 નું નવું અને અપડેટેડ મોડલ 'Atto 3 Evo' થયું રિવીલ! : માત્ર 25 મિનિટમાં 80% ચાર્જ અને 510kmની દમદાર રેન્જ, જાણો ફીચર્સ અને કિંમત

BYD Atto 3 નું નવું અને અપડેટેડ મોડલ 'Atto 3 Evo' થયું રિવીલ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 10:11 AM IST

ચાઈનીઝ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની BYD એ તેની લોકપ્રિય SUV 'Atto 3' ને નવા અવતારમાં રજૂ કરી છે. કંપનીએ આ અપડેટેડ મોડલને 'Atto 3 Evo' નામ આપ્યું છે. આ કારમાં માત્ર બેટરી જ મોટી નથી કરવામાં આવી, પરંતુ તેની ટેકનોલોજી અને પર્ફોર્મન્સમાં પણ જબરદસ્ત ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્લોબલ માર્કેટમાં રજૂ થયેલી આ કાર હવે વધુ ફાસ્ટ, વધુ રેન્જ આપનારી અને અત્યંત આધુનિક બની ગઈ છે.

રેન્જ અને પર્ફોર્મન્સ

નવી Atto 3 Evo માં બેટરીની ક્ષમતા 60.5kWh થી વધારીને 74.8kWh કરવામાં આવી છે. આ કારણે હવે તે એક સિંગલ ચાર્જ પર 510km (WLTP) ની રેન્જ આપશે. જે અગાઉના મોડલમાં 418km ની રેન્જ હતી. Atto 3 Evo માં હવે પહેલા કરતાં 92km ની વધુ રેન્જ મળે છે. તેની મોટર હવે 313hp પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે, જેનાથી કાર માત્ર 5.5 સેકન્ડમાં 0 થી 100 kmph ની સ્પીડ પકડી લે છે.

સુપરફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી

આ કારમાં સૌથી મોટો ફેરફાર તેના ચાર્જિંગ આર્કિટેક્ચરમાં છે. કાર હવે 400V ને બદલે 800V સિસ્ટમ પર કામ કરે છે. આ એડવાન્સ ટેકનોલોજીને કારણે કારનું ચાર્જિંગ ખૂબ જ ઝડપી થઈ ગયું છે. હવે આ SUV માત્ર 25 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. તેની પીક ચાર્જિંગ સ્પીડ પણ 88kW થી વધારીને 220kW કરવામાં આવી છે.

વધારે પાવરફુલ AWD વેરિઅન્ટ

જેમને હાઈ-સ્પીડ અને પાવર ગમે છે, તેમના માટે BYD એ AWD (All-Wheel Drive) વર્ઝન પણ રજૂ કર્યું છે. આ વેરિઅન્ટ 449hp નો પાવર અને 560Nm નો ટોર્ક આપે છે. તેની પાવર એટલી વધુ છે કે, AWD વર્ઝન માત્ર 3.9 સેકન્ડમાં 100 ની સ્પીડને પાર કરી જાય છે. જોકે, વધુ પાવરને કારણે તેની રેન્જ થોડી ઘટીને 470km થઈ જાય છે.

વધુ જગ્યા અને નવું ઇન્ટિરિયર

કંપનીએ કારના ઇન્ટિરિયર અને સ્ટોરેજ સ્પેસમાં પણ સ્માર્ટ ફેરફાર કર્યા છે. મોટરની પોઝિશન બદલાતા હવે પાછળની તરફ 490 લિટરની બૂટ સ્પેસ (સામાન રાખવાની જગ્યા) મળે છે. આ ઉપરાંત, બોનેટની નીચે 101 લિટરનો 'ફ્રંક' (Front Trunk) પણ આપવામાં આવ્યો છે. અંદરની તરફ 15.6-ઇંચની મોટી રોટેટિંગ ટચસ્ક્રીન અને નવું ગિયર સિલેક્ટર કારને પ્રીમિયમ લુક આપે છે.

ખાસ ફિચર : V2L ટેકનોલોજી

Atto 3 Evo 'વ્હીકલ-ટુ-લોડ' (V2L) ફંક્શનને સપોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે, તમે તમારી કારની બેટરીનો ઉપયોગ પાવર બેંક તરીકે કરી શકો છો અને તેના દ્વારા અન્ય ઇલેક્ટ્રિક ડિવાઇસ (જેમ કે લેપટોપ, કોફી મેકર કે નાની લાઈટ્સ) ચલાવી શકો છો.

atto 3 evo ની કિંમત

ભારતમાં atto 3 ની કિંમત 25 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે નવા મોડલની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. તેને હાલમાં ગ્લોબલ માર્કેટ માટે રજૂ કરવામાં આવી છે.

BYD Atto 3 : જૂના અને નવા મોડલનો તફાવત

ફિચર

જૂની Atto 3 (સ્ટાન્ડર્ડ)

નવી Atto 3 Evo (RWD)

નવી Atto 3 Evo (AWD)

બેટરી પેક

60.5 kWh

74.8 kWh

74.8 kWh

પાવર

204 hp

313 hp

449 hp

ટોર્ક

310 Nm

380 Nm

560 Nm

રેન્જ (WLTP)

418 km

510 km

470 km

0-100 kmph

7.3 સેકન્ડ

5.5 સેકન્ડ

3.9 સેકન્ડ

ચાર્જિંગ આર્કિટેક્ચર

400V

800V

800V

10-80% ચાર્જિંગ

50 મિનિટ

25 મિનિટ

25 મિનિટ

ફ્રંક (Frunk)

નથી

101 લિટર

101 લિટર

બૂટ સ્પેસ

440 લિટર

490 લિટર

490 લિટર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now