Home Tech/Gadgets Bumper Discount Is Available On Samsung Galaxy S25 Fe Know The Price And Features

Samsung Galaxy S25 FE ખરીદવાની આ છે ઉત્તમ તક! : ફ્લેગશિપ સ્માર્ટફોન પર બમ્પર ઓફર, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy S25 FE ખરીદવાની આ છે ઉત્તમ તક!
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 06:51 AM IST

Samsung Galaxy S25 FE : Samsung એ ગયા વર્ષે તેના ફ્લેગશિપ સ્માર્ટફોનનું ફેન એડિશન, Samsung Galaxy S25 FE લોન્ચ કર્યું હતું. જો તમે આ સ્માર્ટફોન હમણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાલમાં આ સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં કિંમતમાં ઘટાડો અને બેંક ઑફર્સનો સમાવેશ થાય છે. જાણો Samsung Galaxy S25 FE પર ઉપલબ્ધ ડીલ્સ અને ઑફર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

Samsung Galaxy S25 FE ની કિંમત અને ઑફર્સ

Samsung Galaxy S25 FE ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ઈ-કોમર્સ સાઇટ એમેઝોન પર ₹50,200 છે, આ સ્માર્ટફોનને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ₹59,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. બેંક ઑફર્સમાં Scapia Federal Bank ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 5 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (₹1,500 સુધી) પણ આપવામાં આવ્યું છે, જે આ સ્માર્ટફોનની કિંમત ₹48,700 સુધી લાવે છે. આ ફોન તેની લોન્ચ કિંમત કરતાં લગભગ ₹11,299 ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

Samsung Galaxy S25 FE ની ડિસ્પ્લે અને પ્રોસેસર

Samsung Galaxy S25 FE માં 6.7-ઇંચની FullHD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1,900 nits પીક બ્રાઇટનેસ સાથે છે. ડિસ્પ્લે વિઝન બૂસ્ટર અને Gorilla Glass Victus+ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં Exynos 2400 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન Android 16 પર બેસ્ડ One UI 8 પર ચાલે છે. તે સાત વર્ષ સુધી ઓપરેટિંગ સિસ્ટમ અને સુરક્ષા અપડેટ્સને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં 4,900mAh બેટરી છે, જે 45W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.

Samsung Galaxy S25 FE નું કેમેરા સેટઅપ અને ફીચર્સ

Samsung Galaxy S25 FE માં 50mp નો મુખ્ય કેમેરો, 8mp નો ટેલિફોટો કેમેરો અને પાછળના ભાગમાં 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12mp નો ફ્રન્ટ કેમેરો છે. આ ફોન જનરેટિવ એડિટ જેવા AI-બેસ્ડ એડિટિંગ ટૂલ્સ પણ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G, 5G, Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. Galaxy S25 FE માં ગૂગલના સર્કલ ટુ સર્ચ, જેમિની લાઇવ અને અન્ય AI ફીચર્સને પણ સપોર્ટ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now