Home Gujarat Breaking News Gujarat News Sabarkantha Bjp Leader Money Londring Crime News Cid Crime Red Offbeat Stories

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્યાં CIDના દરોડા : પૈસા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે 6000 કરોડ ઉઘરાવી ભૂગર્ભમાં ઉતરી ગયો આરોપી

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્યાં CIDના દરોડા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2024, 11:30 AM IST

ત્રણ વર્ષમાં FD ડબલ કરી આપવાનું કહીને રાજકીય વગ ધરાવતા શખ્સે લોકો પાસેથી અધધ 6,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા, સીઆઈડી ક્રાઈમની રેડ પડતા CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિતના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોકાણકારોને આકર્ષી તગડુ વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી. સંચાલકો અને તેમના એજન્ટોની ઓફિસો પર એક સાથે દરોડા પાડીની સાઈડી ક્રાઈમની ટીમોએ સૌ કોઈને ચોંકાવી દીધાં. સીઆઈડીના દરોડાને પગલે સમગ્ર પંથકમાં અને ભાજપની લોબીમાં પણ હડકંપ મચી ગયો.



લેટેસ્ટ અપડેટઃ

  • બીઝેડ ગ્રુપની શરુઆત બીટકોઈન સાથે સંકળાયેલ હોવાની વાત સાથે શરુ થઈ હતી.

  • ઝડપથી પૈસા ડબલ કરવાની લાલચો દર્શાવતી સ્કિમો અમલમાં મુકી.

  • પાંચથી સાત ટકા સુધી માસિક વ્યાજની સ્કીમ રોકાણકારોને દર્શાવી. 

  • એજન્ટોને એકથી બે ટકા રોકાણ સામે માસિક કમિશનની આકર્ષક ઓફર રજૂ કરી. 

  • 10 લાખ રુપિયાના રોકાણ સામે વિદેશ ટૂરની ઓફર એજન્ટોને આપી.

  • શિક્ષકો, પોલીસ કર્મી, અધિકારીઓ, ડોક્ટરો, ખેડૂતોના રોકાણ મેળવ્યા. 

  • એજન્ટોને રોકાણના ટાર્ગેટ સામે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ગીફ્ટ અપાતી હતી.

  • હિંમતનગરના બે એજન્ટને મર્સિડીઝ કાર આપી હતી.

  • રોકાણકારોની રકમ બીઝેડ ગ્રુપ ક્યા રોકાણ કરે છે એ વાત છૂપાવાય છે.

  • રાજકિય આગેવાન હોવાનું એજન્ટો અને રોકાણકારો સમક્ષ માહોલ રચ્યો. 

  • લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

  • માહોલ નહીં જામતા આખરે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

  • ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના શો રૂમ ખોલી નવો બીઝનેસ શરુ કર્યો.

  • ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ ચીજોને એસેમ્બલ કરીને બીઝેડના નામે વેચવાની શરુઆત કરી. 

  • હિંમતનગર નજીકના ગ્રોમોર શૈક્ષણિક સંકુલ ખરીદવાનો માહોલ સર્જ્યો. 

  • સંપૂર્ણ પૈસા નહીં ચૂકવાતા ગ્રોમોર સંકુલ પર જૂના માલિકોએ કબ્જો પરત લીધો.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
"ગુજરાતમાં બિહાર જેવો માહોલ, જનતાને પોલીસ પર ભરોસો નથી"
અમદાવાદ મેટ્રો કેટલી સફળ કેટલી નિષ્ફળ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે ચાલી મોટી ચાલ
પેટ્રોલના અછતની વાતો માત્ર અફવા, સરકારનું આવ્યું મોટું નિવેદન!
લગ્નસરાની સીઝનમાં ગેસના ફાંફા!