Home Gujarat Botad Ranpur Bjp Leader Virambhai Sitapara Attack

બોટાદના રાણપુરમાં ભાજપના આગેવાન પર જીવલેણ હુમલો : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

108
Published by: Chintan Chavda
Last Updated: Jul 18, 2026, 11:20 AM IST

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાજપના આગેવાન પર થયેલા હુમલાથી રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. બોટાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી તેમજ રાણપુરના ભાજપ આગેવાન વિરમભાઈ સીતાપરા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.

હુમલામાં વિરમભાઈ સીતાપરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં અન્ય એક યુવક પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. બંનેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: થરા જાગીર મઠ અપહરણ કેસમાં પોલીસ એક્શનમાં : પોલીસની કાર્યવાહી વચ્ચે પીડિતે ફરિયાદ બદલાઈ હોવાનો કર્યો ગંભીર આક્ષેપ

હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા, ભાજપના આગેવાનો પહોંચ્યા

હુમલાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા. રાણપુર સહિત આસપાસના વિસ્તારોના ભાજપના આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં મોબાઈલ શોરૂમમાં 30 લાખથી વધુની ચોરી : CCTVમાં કેદ થયા બે તસ્કરો

હુમલાનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરૂ કરી

હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તેમાં કેટલા લોકો સામેલ હતા અને હુમલા પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now