Home Tech/Gadgets Bluetooth Security Risk Online Banking Fraud Safety Tips

સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલું રાખવાની આદત પડી શકે છે મોંઘી : સેકન્ડોમાં ખાલી થઈ જશે તમારું બેંક એકાઉન્ટ

સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલું રાખવાની આદત પડી શકે છે મોંઘી
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 06:15 PM IST

આજના ડિજિટલ યુગમાં વાયરલેસ ઈયરફોન કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે આપણે વારંવાર બ્લૂટૂથ કનેક્ટિવિટીનો સહારો લઈએ છીએ. ઘણીવાર કામ પૂરું થયા પછી પણ અનેક યુઝર્સ પોતાના મોબાઈલનું Bluetooth બંધ કરવાનું ભૂલી જતા હોય છે. જો તમને લાગતું હોય કે બ્લૂટૂથ ચાલુ રાખવાથી માત્ર બેટરી જ ઉતરે છે, તો તમે ખોટા છો. સાયબર ક્રિમિનલ્સ હવે તમારી આ નાનકડી ભૂલનો ફાયદો ઉઠાવીને તમારા બેંક એકાઉન્ટમાં રહેલી આખી રકમ ચોરી કરી શકે છે. નિષ્ણાતોના મતે સાર્વજનિક સ્થળોએ બ્લૂટૂથ ઓપન રાખવું એ હકર્સ માટે તમારા ડિવાઈસમાં પ્રવેશવાનો ખુલ્લો દરવાજો છે.

શું છે આ Bluejacking સ્કેમ અને તે કેવી રીતે થાય છે?

જ્યારે તમે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અથવા મોલ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં હોવ છો ત્યારે સ્કેમર્સ સક્રિય હોય છે. તેઓ તમારા મોબાઈલ પર અજાણી Pairing Request મોકલે છે. જો તમે ભૂલથી પણ આ રિક્વેસ્ટ સ્વીકારી લો છો તો હકર્સને તમારા Smartphone નો પૂરો એક્સેસ મળી જાય છે. આ પ્રકારની છેતરપિંડીને ટેકનિકલ ભાષામાં Bluejacking કહેવામાં આવે છે. એકવાર તમારા ફોનનું નિયંત્રણ મેળવ્યા પછી હકર્સ ખૂબ જ સરળતાથી તમારા Banking Details, Password અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો ચોરી લે છે અને ગણતરીની મિનિટોમાં તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી દે છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે આટલું ખાસ કરો

તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખવા માટે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે:

1. ઉપયોગ વગર Bluetooth બંધ રાખો: જ્યારે તમે હેડફોન કે સ્પીકરનો ઉપયોગ ન કરતા હોવ ત્યારે તુરંત જ બ્લૂટૂથ ડિસેબલ કરી દેવું જોઈએ. તેને સતત એક્ટિવ રાખવું જોખમી છે.

2. પબ્લિક પ્લેસ પર વિશેષ તકેદારી: કોઈપણ જાહેર સ્થળે જતા પહેલા ખાતરી કરી લો કે તમારા ફોનનું બ્લૂટૂથ બંધ છે. અજાણ્યા સ્થળોએ હકર્સ હંમેશા શિકારની શોધમાં હોય છે.

3. અજાણ્યા ડિવાઈસ સાથે પેરિંગ ટાળો: જો તમારા સ્ક્રિન પર કોઈ અજાણ્યા નામ સાથે પેરિંગ માટે નોટિફિકેશન આવે તો તેને ક્યારેય Accept ના કરો. હંમેશા તેને Reject કરવું જોઈએ.

4. Non-Discoverable મોડનો ઉપયોગ: સ્માર્ટફોનના સેટિંગમાં જઈને બ્લૂટૂથને હંમેશા Non-Discoverable મોડ પર રાખો. આનાથી તમારું ડિવાઈસ આસપાસના અજાણ્યા લોકોના સર્ચ લિસ્ટમાં દેખાશે નહીં અને ઓટોમેટિક કનેક્શનનો ખતરો ઓછો થઈ જશે.

તમારા ફોનની સુરક્ષા સેટિંગ્સમાં રાખેલી આ સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now