Home National Bjp Response Women Reservation Bill Smriti Irani Ravishankar Prasad

પ્રિયંકા ગાંધીનાં વાર પર BJPનો પલટવાર : 'મહિલાઓને અધિકાર ના મળવાનો કોંગ્રેસે મનાવ્યો ઉત્સવ'

મહિલા આરક્ષણ બિલ પર ભાજપનાં કોંગ્રેસ શાબ્દિક પ્રહાર
Published by: Niraj Chokshi
Last Updated: Apr 18, 2026, 09:26 AM IST

મહિલાઓના આરક્ષણ બિલ લોકસભામાં પસાર ન થતાં જ દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ હવે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય નેતા સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ સાથે મહિલાઓના અધિકારો અંગે કોંગ્રેસની ભૂતકાળની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોંગ્રેસે મહિલાઓને વર્ષો સુધી રાહ દેખાડી: ભાજપ

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી મહિલાઓના આરક્ષણ મુદ્દે કોઈ અસરકારક પગલાં લીધા નથી. હવે જ્યારે કેન્દ્ર સરકારે પ્રયાસ કર્યો ત્યારે રાજકીય સ્વાર્થ માટે વિરોધ કરવામાં આવ્યો. મહિલાઓના અધિકારોને લઈને કોંગ્રેસની પ્રતિબદ્ધતા “શંકાસ્પદ” છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે અનેક પગલાં લીધાં છે, જેમાં રાજકીય પ્રતિનિધિત્વ વધારવાનો પ્રયાસ પણ શામેલ છે.

રવિશંકર પ્રસાદનાં આરોપ

રવિશંકર પ્રસાદએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ આપેલું નિવેદન ગેરમાર્ગે દોરનારું છે. મહિલાઓના આરક્ષણ બિલને ડિલિમિટેશન સાથે જોડવું બંધારણીય પ્રક્રિયાનો ભાગ છે. કોંગ્રેસ પોતાનો રાજકીય એજન્ડા આગળ ધપાવવા માટે ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

આપણ વાંચો: પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પ્રહાર : મહિલા આરક્ષણ નહીં, લોકશાહીની લડાઈ હતી

કોંગ્રેસ vs ભાજપ

આ મુદ્દે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઈ છે. કોંગ્રેસનો દાવો છે કે, બિલ ખોટી રીતે રજૂ થયું. બિલ ડિલિમિટેશન સાથે જોડવું યોગ્ય નથી. આ લોકશાહી માટે ખતરો છે.

ભાજપનો દાવો

ભાજપે દાવો કર્યો છે કે, કોંગ્રેસે વર્ષો સુધી મહિલાઓને અવગણી. હાલનો વિરોધ રાજકીય સ્વાર્થથી પ્રેરિત છે. સરકારનો પ્રયાસ મહિલાઓના સશક્તિકરણ માટે છે. આ રીતે મહિલાઓના આરક્ષણનો મુદ્દો હવે રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે.

આ પણ વાંચો: લોકસભા ટેસ્ટમાં કેન્દ્ર સરકાર 'ફેલ' : મહિલાઓ માટે 33% આરક્ષણનો માર્ગ અટક્યો: સદનમાં કેમ પાસ ન થયું બિલ?

વિવાદનું મૂળ

2026માં રજૂ કરાયેલું મહિલાઓના આરક્ષણ માટેનું બિલ લોકસભામાં જરૂરી બહુમતી મેળવી શક્યું નથી. તેના મુખ્ય કારણો એ છે કે, ડિલિમિટેશન સાથે બિલ જોડવામાં આવ્યું તેમ કહીંને વિરોધ કરાયો હતો. આ સાથે કેટલાક પક્ષોએ તેને રાજકીય ગેમપ્લાન ગણાવ્યો હતો. બે તૃતિયાંશ બહુમતી ન મળતા બિલ અટકી ગયું છે. આવી પરિસ્થિતિમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ઉભી થઈ ગઈ છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે, સરકાર ફરીથી સુધારેલા બિલ સાથે આવી આ મુદ્દો મુકી શકે છે. વિરોધ પક્ષ વધુ એક જૂથ થઈ શકે છે. મહિલાઓના આરક્ષણ મુદ્દે દેશવ્યાપી ચર્ચા વધુ તેજ બની શકે છે. મહિલાઓના આરક્ષણ બિલ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ટક્કર હવે વધુ તીવ્ર બની રહી છે. સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદના નિવેદનો સ્પષ્ટ કરે છે કે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now