Home National Womens Reservation Bill Fails Lok Sabha Delimitation Controversy 2026

લોકસભા ટેસ્ટમાં કેન્દ્ર સરકાર 'ફેલ' : મહિલાઓ માટે 33% આરક્ષણનો માર્ગ અટક્યો: સદનમાં કેમ પાસ ન થયું બિલ?

Lok Sabha Women’s Reservation Bill LIVE
Published by: Viral Patel
Last Updated: Apr 17, 2026, 02:39 PM IST

Women Reservation Bill Voting: મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલ માટે આજે સંસદમાં મતદાન યોજાયું હતું. આ ત્રણ બિલ પસાર કરવા માટે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. વિપક્ષી નેતાઓએ આ બિલના સમય અંગે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે સરકારનો આરોપ છે કે વિપક્ષી દળ મહિલા અનામતના વિરોધી છે. આ વિષય પર લોકસભામાં ગુરુવાર અને શુક્રવાર દરમિયાન જોરદાર ચર્ચા થઈ હતી. લોકસભામાં મતદાન દરમિયાન સૌ પ્રથમ બંધારણીય સુધારા બિલ પર વોટિંગ થયું, પરંતુ સરકાર તેને જરૂરી બે-તૃતીયાંશ બહુમતીથી પસાર કરાવવામાં નિષ્ફળ રહી.

બિલ કેવી રીતે પડ્યું?

131મું બંધારણીય સુધારા બિલ એટલે કે 'મહિલા અનામત બિલ 2026' લોકસભામાં પસાર થઈ શક્યું નહીં. ગૃહમાં સતત ચર્ચા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઈલેક્ટ્રોનિક વોટિંગ દરમિયાન ગૃહમાં હાજર કુલ 489 સાંસદોમાંથી 278 મત પક્ષમાં જ્યારે 211 મત વિરોધમાં પડ્યા હતા. જરૂરી આંકડો ન મળવાને કારણે આ બિલ લોકસભામાં જ પડી ગયું. જોકે, મતદાનના અંતિમ આંકડા ઈલેક્ટ્રોનિક વોટિંગથી અલગ રહ્યા હતા. બાદમાં જાહેર કરાયેલા ડેટા મુજબ, આ બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા. આ સાથે સરકારે અન્ય બે બિલ પાછા ખેંચી લીધા હતા અને લોકસભાને શનિવારે સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શું છે 'નંબર 16'ની પહેલી? : જેનો રાહુલ ગાંધીએ સંસદમાં કર્યો ઉલ્લેખ

સરકારની રજૂઆત અને વિપક્ષનો વિરોધ

સરકારે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા સંબંધિત ઐતિહાસિક 'બંધારણ (131મો) સુધારા બિલ 2026', 'પરિસીમન બિલ 2026' અને 'સંઘ રાજ્ય વિધિ (સુધારા) બિલ 2026' ગુરુવારે ગૃહમાં રજૂ કર્યા હતા. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે સરકાર મહિલા અનામતના નામે સીમાંકન કરીને પોતાની રાજકીય જમીન મજબૂત કરવા અને અન્ય પછાત વર્ગોનો હિસ્સો છીનવવાની તૈયારી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સર્વસંમતિથી બિલ પસાર કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, જેઓ તેનો વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ વિષયને રાજનીતિના ત્રાજવે ન તોલવો જોઈએ. દરમિયાન, મહિલા અનામત અધિનિયમ 2023 ગુરુવારથી લાગુ પણ થઈ ગયો છે.

ગૃહમંત્રી અમિત શાહના નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે લોકસભાને સંબોધતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "મહિલાઓને અનામત આપવા માટે લડવું પડે તો લડીશું, પણ તેમનો હક અપાવીને રહીશું." તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર કલમ 370, રામ મંદિર, ત્રણ તલાક અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયોનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. શાહે વિશ્વાસ અપાવ્યો કે વડાપ્રધાન મોદીના વાયદા મુજબ 2029ની લોકસભા ચૂંટણી મહિલા અનામત સાથે જ પૂર્ણ થશે.

આ પણ વાંચો: બેવડી નાગરિકતા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR થશે : અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચનો આદેશ

સરકાર સામે સંખ્યાબળનો પડકાર

લોકસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બે-તૃતીયાંશ બહુમતીનો અભાવ છે. ગૃહમાં એનડીએ પાસે 293 સાંસદો છે (આશરે 54%), જ્યારે વિપક્ષ પાસે 233 સાંસદો છે. નિયમ મુજબ, બંધારણીય સુધારા માટે હાજર અને મતદાન કરનાર સભ્યોના બે-તૃતીયાંશ સમર્થનની જરૂર હોય છે. જો તમામ 540 સભ્યો હાજર હોય, તો આ આંકડો 360 સુધી પહોંચે છે. આ સ્થિતિમાં સરકારને વિપક્ષના સમર્થનની અથવા તેમના ગેરહાજર રહેવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે જેવા પક્ષોની ભૂમિકા આ ગણિતમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આગળનો શું છે રસ્તો?

જો આ બિલ લોકસભામાં પસાર નહીં થાય, તો તેને રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહીં. રાજ્યસભામાં પણ એનડીએ પાસે 141 સભ્યો છે, જ્યારે બે-તૃતીયાંશ બહુમતી માટે 163 સાંસદોનું સમર્થન જરૂરી છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ બિલનું સમર્થન કર્યું હોવા છતાં, 131મા બંધારણીય સુધારા બિલના વર્તમાન સ્વરૂપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now