Home National Jalandhar Doctor Loan Controversy Family Allegations

ડોક્ટર પતિના કાળા કારનામાથી હચમચી ગયું મેડિકલ જગત! : પત્નીની નકલી સહીથી લીધી અઢી કરોડની લોન અને પછી નર્સ સાથે રચી રાસલીલા

Doctor family of Jalandhar
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Jun 11, 2026, 01:11 PM IST

Loan worth crores in wife's name : પંજાબના જાલંધરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરકારી મહિલા ડોક્ટરનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. કપૂરથલાના સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મીનાક્ષી તેમના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. શરૂઆતની તપાસમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે, પરંતુ મૃતકના પરિવારે તેમના પતિ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારનો દાવો છે કે પતિના અત્યાચાર અને છેતરપિંડીના કારણે જ દીકરીએ જીવ ગુમાવ્યો છે.

લગ્નજીવનમાં ભંગાણ

ડોક્ટર મીનાક્ષીના લગ્ન ઓક્ટોબર 2018માં જાલંધરની નેશનલ આઈ હોસ્પિટલના ડોક્ટર પીયૂષ સાથે થયા હતા. લગ્નજીવન શરૂઆતમાં બરાબર ચાલ્યું, પરંતુ થોડા જ વર્ષોમાં મીનાક્ષીને તેના પતિના કરતૂતોની ખબર પડી ગઈ હતી. પતિના ત્રાસથી કંટાળીને જુલાઈ 2025થી મીનાક્ષી પોતાના પતિથી અલગ રહેવા લાગી હતી.

પકડાતાની સાથે જ ઝૂકી ગયો ફાલ્ટાનો 'પુષ્પા': પોલીસે મોર બનાવી રસ્તા પર કાઢ્યો 'વરઘોડો', ખંડણી સહિતના આરોપોમાં ફરાર TMCના પૂર્વ ઉમેદવાર જહાંગીર ખાનની દશા જોવા જેવી થઈ

પતિના આડા સંબંધો અને મારપીટ

મૃતક મહિલાના પિતા પ્રમોદ અને તેમની માતાએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર પીયૂષ અવારનવાર મીનાક્ષી સાથે મારપીટ કરતો હતો. એટલું જ નહીં, જમાઈ પોતે ફોન કરીને મારપીટ કર્યાની વાત સ્વીકારતો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર પીયૂષને તેની જ હોસ્પિટલની એક નર્સ સાથે આડા સંબંધો હતા, જેના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે.

અઢી કરોડની નકલી લોન

આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મહિના પહેલા જ મીનાક્ષીને ખબર પડી કે તેના નામે અઢી કરોડ રૂપિયાની મોટી લોન ચાલી રહી છે. પિતાના કહેવા મુજબ, આ લોનના કાગળો પર દીકરીની સહી જ નહોતી. પતિએ પત્નીને અંધારામાં રાખીને તેની નકલી સહીથી આ લોન લીધી હતી. આ પહેલા પણ ગાડી અને અન્ય કામો માટે લોન લેવાઈ હતી, જેના હપ્તા મીનાક્ષી પોતાની સેલરીમાંથી ચૂકવતી હતી.

રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની ક્લીન સ્વીપ: 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, MPમાં પણ ખીલ્યું કમળ

પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ

આ કરોડોની લોનની ખબર પડતાં જ મીનાક્ષી ભારે તણાવમાં આવી ગઈ હતી. તે પતિથી કાયદેસર છૂટાછેડા લેવાની અને પોતાનું નવું ઘર ખરીદવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન જ તેનું રહસ્યમય મોત થયું છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને પરિવારજનોએ ડોક્ટર પીયૂષની ધરપકડ કરવાની માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now