Home Gujarat Bjp Minister Booked For Firing In Marriage In Kalol Panchmahal Kalol

રોલા પાડવા નેતાજીનું ‘ધાંય-ધાંય’ : પંચમહાલમાં લગ્નપ્રસંગમાં નેતાજીએ કર્યું ફાયરિંગ, ‘રોલા’ પાડવા રાયફલગીરી કરવી પડી ભારે

રોલા પાડવા નેતાજીનું ‘ધાંય-ધાંય’
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2024, 06:14 AM IST

હથિયારો સુરક્ષા માટે હોય છે. અને ભારતમાં હથિયારો રાખવા માટે ખુબ જ કડક કાયદા છે. જો કે વાર તહેવારે રોલા પાડવા લોકો જાહેરમાં હથિયાર લહેરાવવા ઉપરાંત ફાયરિંગ કરતા હોય છે. જો કે પંચમહાલ જિલ્લાના કાલોલમાં તો નેતાજીએ જ કાયદાની ઐસીતૈસી કરી જાહેરમાં ફાયરિંગ કર્યું. પંચમહાલ જિલ્લા ભાજપના SC સેલના મંત્રી અશોક મેકવાન લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરતા દેખાયા. લગ્નપ્રસંગમાં નેતાજીના ફાયરિંગનો વીડિયો વાયરલ થયા બાદ કાલોલ પોલીસે નેતાજીની અટકાયત કરી વીડિયોમાં દેખાતી રાયફલ કબજે કરી છે.


પંચમહાલના કાલોકમાં જિલ્લા ભાજપ SC સેલના મંત્રી અશોક મેકવાન એક ઉદ્યોગપતિના ભત્રીજાના લગ્નપ્રસંગમાં સામેલ થયા હતા. જ્યાં નાચતા નાચતા મંત્રીજીએ રાયફલ કાઢી પહેલા તો રાયફલ સાથે ડાન્સ કરવા લાગ્યા. અને બાદમાં જોશમાં આવી 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરી નાખ્યું. વરઘોડામાં અને લગ્નપ્રસંગોમાં હથિયારોના ઉપયોગ સામે કડક પ્રતિબંધ હોવા છતાં નેતાજીએ એક બાદ એક 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોને આધારે પોલીસે SC સેલના મંત્રી અશોક મેકવાનની અટકાયત કરી વીડિયોમાં દેખાતી એર રાયફલ કબજે કરી. પોલીસે સમગ્ર ઘટનાને લઇ આર્મ્સ એક્ટ હેઠળ નેતાજી સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ
Play Video
ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી
ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ
રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ
UCC Bill Pass at Gujarat