Home Gujarat Bihar 5 People Died Due To Lightning Himachal Due To Rain 20 Died In 10 Floods

દેશમાં 'આકાશી આફત'! : બિહારમાં 5 લોકો બન્યા વીજળીના ભોગ, હિમાલચલમાં 10 દિવલમાં 20ના મોત

દેશમાં 'આકાશી આફત'!
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 07:33 AM IST

દેશમાં વરસાદીમાં મોસમ જામી છે. મોટા ભાગના રાજ્યમાં મેઘરાજા પધારી ચુક્યા છે. બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે તેમજ ગયાના ઇમામગંજમાં લગુરાહી ધોધમાં 6 વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેમને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. સોમવારે સવારે હિમાચલના મંડી-કુલ્લુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થલૌટ પહેલા ટનલ પાસે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રોડ ટ્રાફિક પર અસર પડી છે. વાહનો પણ ટનલની અંદર ફસાયયા છે.
હિમાચલમાં 10 દિવસમાં 20 લોકોના મોત
20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલમાં વરસાદના કારણે 20 લોકોના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે હિમાચલના 4 જિલ્લામાં શાળાઓ બંધ છે. મંડીમાં જુની-બિયાસ નદી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ
ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભૂસ્ખલનના બનાવો બન્યા છે. ઉત્તરકાશીમાં, નદીના વધતા પાણીમાં એક વાહન ફસાઈ ગયું, જેની છત પર એક વ્યક્તિ જીવન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જેમના પગલે બચાવ ટીમે રેસ્કુય ઓપરેશ હાથ ધર્યું હતું.
31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી
દેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડ અને ઝારખંડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને 17 રાજ્યોમાં યલો એલર્ટ અપાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now