Amazon Great Indian Festival Sale 2025: ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon નો Great Indian Festival Sale સેલ શરૂ થઈ ગયો છે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ અને ઉપકરણો સહિત વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 2-ઇન-1 લેપટોપ, જે પર્સનલ કમ્પ્યુટર (PC) અને ટેબ્લેટ બંને ફંક્શન ઓફર કરે છે, એવા લેપટોપ્સની કિંમતમાં ઘટાડો જોવા મળે છે.
એમેઝોન સેલમાં, Lenovo Yoga 7 ને 1,46,890 રૂપિયાની કિંમતને બદલે 1,03,190 રૂપિયામાં ખરીદી શકાય છે. આ 2-ઇન-1 લેપટોપ AMD Ryzen AI 7 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, HP Omnibook X Flip OLED 1,25,842 રૂપિયાને બદલે 99,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. Lenovo IdeaPad Flex આ સેલમાં 75,190 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. Lenovo ના આ 2-ઇન-1 લેપટોપની વાસ્તવિક કિંમત 1,21,690 રૂપિયા છે.
આ સેલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વધુમાં, Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરેલી ખરીદી પર 5% નું કેશબેક મેળવી શકાય છે. ગ્રાહકોને નો-કોસ્ટ EMI વિકલ્પો અને એક્સચેન્જ ઑફર્સનો પણ લાભ મળે છે.
એમેઝોન સેલમાં 2-ઇન-1 લેપટોપ પર શ્રેષ્ઠ ડીલ્સ:
|
---|