મોબાઇલ ઇન્ટરનેટની દુનિયામાં એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. મોબાઇલ ચિપ કંપની ક્વોલકોમે જાહેરાત કરી છે કે 6G ડિવાઈસ 2028થી બજારમાં જોવા મળશે, જ્યારે 2030 સુધી કોમર્શિયલ સ્માર્ટફોનમાં 6G ટેકનોલોજી ઉપલબ્ધ થશે.
કંપનીના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોને વાર્ષિક વિઝન કીનોટમાં જણાવ્યું કે ક્વોલકોમ હાલ 6G નેટવર્ક પર જોરશોરથી કામ કરી રહી છે. શરૂઆતમાં લોન્ચ થનારા ડિવાઈસ માત્ર ટેસ્ટિંગ અને ક્ષમતા દર્શાવવા માટે હશે, કોમર્શિયલ ઉપયોગ માટે નહીં.
🔹 5G અને 6G વચ્ચેનો તફાવત
6G વધુ ઝડપ અને વિશાળ બેન્ડવિડ્થ આપશે.
પર્સેપ્શન અને સેન્સર ડેટાની ક્ષમતાઓ સાથે, નેટવર્ક સ્માર્ટ બનીને પોતે નિર્ણય લઈ શકશે.
ઉદાહરણ તરીકે, જો ફેક્ટરીમાં કોઈ રોબોટ ધીમો ચાલે તો નેટવર્ક તેનો કારણ શોધીને ગતિ સમાયોજિત કરી શકે છે અથવા ટીમને ચેતવણી આપી શકે છે.
હોલોગ્રાફિક કમ્યુનિકેશન અને એજ કનેક્ટિવિટીમાં મોટા સુધારા જોવા મળશે.
🔹 2030થી આવશે કોમર્શિયલ 6G સ્માર્ટફોન
5Gએ પહેલાથી જ હાઇ-સ્પીડ ડાઉનલોડ અને અપલોડિંગ ક્ષમતા આપી છે, પરંતુ 6Gના આગમનથી સ્માર્ટફોન ઉદ્યોગમાં મોટી ક્રાંતિ આવશે. અહેવાલો મુજબ, નવી ટેકનોલોજી માટે સેમિકન્ડક્ટર, સર્કિટ અને અલ્ગોરિધમ્સમાં મોટાં બદલાવ જોવા મળશે.