Home Gujarat Big Action In The Arabian Sea War Exercises Are Ongoing

અરબી સમુદ્રમાં મોટી એક્શન : સતત ચાલી રહ્યો છે યુદ્ધાભ્યાસ, પરસેવે રેબઝેબ પાકિસ્તાન

અરબી સમુદ્રમાં મોટી એક્શન
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 08:12 AM IST

એક ચિંતાજનક સમાચાર આવ્યા છે, પરંતુ આ ચિંતાજનક સમાચાર પાકિસ્તાન માટે છે, ભારતીય લોકોમાં આ સમાચાર વાંચીને આત્મવિશ્વાસ વધી જશે. ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ મોડ પર રાખ્યા છે અને અરબી સમુદ્રમાં એન્ટિ-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ અને નિરીક્ષણ શરૂ કર્યું છે. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ પણ તેનાત છે. આપને જણાવી દઈએ કે આ આખી માહિતી સમાચાર એજન્સી ANI તરફથી મળી છે.



સમાચાર એજન્સી ANI સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે

ભારતીય નૌકાદળ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં અરબી સમુદ્રમાં વ્યાપકપણે કવાયત કરી રહ્યું છે. કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ સામે યુદ્ધ જહાજો સતર્ક છે. તાજેતરના સમયમાં આ વિસ્તારમાં અનેક એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ગોળીબાર કરવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજો પણ ગુજરાત દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય
દરિયાઈ સીમા નજીકના આગળના વિસ્તારોમાં તૈનાત છે. ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં જવાબદારીના સમગ્ર ક્ષેત્રમાં હાજરી મજબૂત બનાવી રહ્યું છે: સંરક્ષણ સૂત્રો

અરબી સમુદ્રમાં સતત યુદ્ધાભ્યાસ અને નૌકાદળની તેનાતી શક્યતા છે કે આ વખતે દરિયાઈ માર્ગે પણ આતંકિસ્તાનને જવાબ આપવામાં આવે. શક્યતા એ પણ હોય કે આ માત્ર પાકિસ્તાનનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવતુ હોય. પરંતુ આ તમામ કાર્યવાહીથી પાકિસ્તાનના વળતા પાણીની શરૂઆત થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી
વડોદરાના દિવાળીપુરામાં કાળમુખી કાર
બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો