ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યાં મામલે ઝડપાયેલા શખ્સોની પોલીસ દ્વારા રીકન્ટ્રક્શન કરાયું. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પંચવટી ચોકમાં બે દિવસ પહેલા મહિલા પોલીસ પુત્રની હત્યાની ઘટના બની હતી.
નોંધનીય છે કે, અગાઉ થયેલી હત્યાં મામલે જમીન પર છૂટીને આવેલા કેવલ નામના યુવાનની ત્રણ શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે બનાવવામાં પોલીસે અર્જુન, ભરત અને ભાર્ગવ નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. તમામ શખ્સોને પોલીસે ઝડપી લઇ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાયું હતું.
પોલીસ દ્વારા કરવામાં આવેલા રીકન્સ્ટ્રકશન દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને ઘટના અંગે રીકન્સ્ટ્રકશન દરમિયાન પંચનામું કરાયું હતું
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






