Home Gujarat Bhavnagar Ghogha Three Children Drown Two Die

ભાવનગરના ઘોઘામાં 3 બાળકો ડૂબ્યા, 2ના મોત : 'ખાડારાજ'નો ભોગ બન્યા બાળકો! કોની બેદરકારી?

ભાવનગરના ઘોઘામાં 3 બાળકો ડૂબ્યા, 2ના મોત
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 01:23 PM IST

ભાવનગરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘોઘા તાલુકામાં ત્રણ બાળકો સરકારી સંપના પાણીના ખાડામાં ગરકાવ થયાની ઘટના સામે આવી છે. જેમાં ડૂબી જવાથી બેના મોત થયા છે જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ડૂબી જતા બે બાળકોના મોત
ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ બાળકો સરકારી સંપના ખાડામાં ગરકાવ થયા હતા. અત્રે જણાવીએ કે, સરકારી વિભાગનું સંપ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું હતું, જેના પગલે ત્યાં ખાડા ખોદવામાં આવેલા હતા. જે ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા ખાડા સામાન્ય રીતે દેખાતા ન હતા. જેના પગલે રમતા રમતા બાળકો ડૂબી તે ખાડામાં પડી ગયા હતા.
આકાશ પટેલિયા નામના બાળકનો બચાવ
આ બનાવવામાં ડૂબી જવાના કારણે બે બાળકોના મૃત્યુ થયા છે જ્યારે એક બાળકનો આબાદ બચાવ થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. રોહિત પટેલિયા અને અમિત પટેલિયા નામના બંને બાળકોનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે આકાશ પટેલિયા નામના બાળકનો બચાવ થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now