Home Gujarat Bhavnagar Divyang Player Alpesh Sutaria Wins Bronze Medal In International Para Table Tennis

ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયાની સિદ્ધિ : ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયાની સિદ્ધિ
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 11:19 AM IST

ભાવનગર શહેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઈવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ વિજેતા થયા છે.

અલ્પેશ સુતરીયાએ બ્રાન્ઝ મેડલ જીત્યો
14 દેશના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ક્લાસ વન કેટેગરીમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અલ્પેશ સુતરીયાએ  ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ વર્લ્ડ પેરા ફ્યુચર તાઈપાઈ 2025માં ભાગ લઈને તાઈપાઈ શહેરમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સિંગલ ઇવેન્ટમાં બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.

તાઈવાનમા ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને સિદ્ધિ મેળવી
ક્લાસ વન કેટેગરીમાં અલ્પેશ સુતરીયાએ સેમિફાઇનલમાં હોંગકોંગના કીમ કાર્યા વર્લ્ડ નંબર 20ને હરાવીને સેમિફાઇનલમાં જીત મેળવેલી અને જે. ડી. મેદાન સામે 0-3 થી ખૂબ ટફ ફાઈટ આપી બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો હતો. જેથી તેઓને વર્લ્ડ રેંકિંગમાં ખૂબ જ ફાયદો થશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારત અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. અલ્પેશ સુતરીયાને પોલિયો હોવા છતાં હિંમત ન હાર્યા અને પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઈવાનમા ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now