Home Gujarat Bharuch Woman Escapes Death After Missing Flight Ahmedabad Plane Crash

અમદાવાદના ટ્રાફિકે બચાવ્યો ભરૂચની યુવતીનો જીવ! : 10 મિનિટ મોડું થતા ફ્લાઈટ ચૂકી ગયા અને બચ્યો ભૂમિ ચૌહાણનો જીવ

અમદાવાદના ટ્રાફિકે બચાવ્યો ભરૂચની યુવતીનો જીવ!
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 10:09 AM IST

Ahmedabad plane crash: અમદાવાદના એરપોર્ટથી ગુરુવારે લંડન જવા નીકળેલી ફ્લાઈટ મેઘાણીનગરમાં ઘડાકાભેર પડી ભાંગી હતી. એર ઇન્ડિયાના વિમાન નંબર AI 171 સાથે બનેલી દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. જેમાં અંદાજે 300થી વધુ લોકોના જીવ ગયા. આ દુ:ખદ ઘટનામાં ભૂમિ ચૌહાણ નામની મહિલાનો ચમત્કારીક બચાવ થયો છે. ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે તેઓ આ વિમાનમાં ચઢી શક્યા નહીં અને આ 10 મિનિટના વિલંબે તેમનો જીવ બચાવ્યો.

ભૂમિ ચૌહાણ લંડનમાં પોતાના પતિ સાથે રહે છે. 2 વર્ષ બાદ તે ભારત વેકેશન માટે આવ્યા હતા. તેઓ ગુરુવારે એર ઇન્ડિયાના વિમાનથી લંડન પરત જવાના હતા. પરંતુ અમદાવાદની ભારે ટ્રાફિકની સમસ્યાને કારણે તેઓ એરપોર્ટ પહોંચી શક્યા નહીં અને ફ્લાઈટ ચૂકી ગયા. આ વિલંબ તેમના માટે જીવનદાન બની ગયો.

ભૂમિબેન એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની ફ્લાઈટનું બોડિંગ થઈ ગયું હતુ. જેથી તેમને ફ્લાઈટમાં ચઢવા દેવામાં આવી ન હતી. પોતાની ફ્લાઈટ ચૂકી ગયા બાદ તેઓ ઘરે પરત ફર્યા. ઘરે પહોંચ્યા બાદ તેમને ન્યૂઝ ચેનલો પર ફ્લાઈટ ક્રેશના સમાચાર સાંભળ્યા હતા.

એક મીડિયાના ઈન્ટરવ્યૂમાં ભૂમિ ચૌહાણે જણાવ્યું કે તેઓ હજુ ધ્રુજી રહ્યા છે. અને આ સમાચાર સાંભળી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમની પાસે બોલવા માટે શબ્દો ન હતા. તેઓ ખુદને ભાગ્યશાળી ગણાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now