Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સામાન્ય પારિવારિક અણબનાવ એક યુવાનના જીવનનો અંત લાવ્યો છે. અંકલેશ્વરના ૨૨ વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ ગુમ થયાના ત્રણ દિવસ બાદ નર્મદા નદીના કિનારેથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક આશાસ્પદ યુવાન, જે અભ્યાસમાં તેજસ્વી હતો અને કારકિર્દીના મહત્વના પડાવ પર હતો, તેના આવા કરુણ અંતથી પરિવાર ભાંગી પડ્યો છે. આ ઘટના એ વાતની ગંભીરતા દર્શાવે છે કે આજના સમયમાં નાની નાની વાતો પર યુવાનો કેટલા ભાવુક અને ઉશ્કેરાટમાં આવી જતા હોય છે. માતા-પુત્ર વચ્ચે થયેલી એક સામાન્ય વાતચીત બાદ યુવાને ઘર છોડી દીધું હતું અને અંતે તેની મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
સામાન્ય વાતનું માઠું લાગતા ઘર છોડ્યું હતું
મૃતક દીપ એમ.એસ.સી.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તે પરીક્ષા આપવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં હતો. પરીક્ષાના આગલા દિવસે તેની માતાએ જણાવ્યું હતું કે તેમને ઘૂંટણમાં દુખાવો હોવાથી તે પોતાની બેગ જાતે પેક કરી લે. માતાની આ સામાન્ય વાતનું દીપને ખૂબ જ માઠું લાગ્યું હતું અને તે ગુસ્સામાં આવી ગયો હતો. આ નાનકડી વાત બાદ ૨૭ તારીખની રાત્રે દીપ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો.
આ પણ વાંચો: કોણ બનશે અમદાવાદના નવા મેયર? : ભાજપની ભવ્ય જીત બાદ આ નામો છે ચર્ચામાં
મોબાઈલ અને બાઈક મળી આવ્યા પણ દીપ ગુમ રહ્યો
ઘરેથી નીકળ્યાના બીજા દિવસે બપોરે દીપએ તેના પરિવારને એક મેસેજ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેનું બાઈક અને મોબાઈલ તપોવન આશ્રમ પાસે પડ્યા છે. પરિવારે તુરંત ત્યાં પહોંચી તપાસ કરતા દીપની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવી હતી, પરંતુ દીપ ક્યાંય જોવા મળ્યો ન હતો. ત્રણ દિવસ સુધી પરિવારે તેની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો મૃતદેહ
આજે અચાનક જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસે નદી કિનારે એક મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. આ મૃતદેહ ત્રણ દિવસ પાણીમાં રહેવાના કારણે ડિકમ્પોઝ હાલતમાં હતો. સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને આ અંગે જાણ કરી હતી, જેઓ તુરંત પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. તપાસ બાદ પુષ્ટિ થઈ હતી કે આ મૃતદેહ ગુમ થયેલ દીપ પટેલનો






