Home Gujarat Bharuch Anganwadi Sisters In Troubled By Nude Video Calls

ભરૂચમાં આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલથી પરેશાન! : આરોપી પંજાબથી ઝડપાયો

ભરૂચમાં આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલથી પરેશાન!
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 11:19 AM IST

ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોને અશ્લીલ (ન્યુડ) વીડિયો કોલ કરીને જાતીય સતામણી કરનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે પંજાબમાંથી દબોચી લીધો છે. ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે માત્ર થોડા જ દિવસોમાં આ કાર્યવાહી સફળતા પૂર્વક કરવામાં આવી છે.


ન્યુડ વિડિયો કોલ કરનાર ઝડપાયો

ભરૂચ જિલ્લાના એક આંગણવાડી કાર્યકર બહેનને, ICDS દ્વારા અપાયેલા સરકારી મોબાઇલ નંબર પર અજાણ્યા વ્યક્તિએ રાત્રે ન્યુડ વીડિયો કોલ કર્યો હતો. કોલ દરમિયાન આરોપીએ અશ્લીલ હરકતો કરી અને જાતીય માંગણી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એ જ વ્યક્તિએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતી અનેક આંગણવાડી બહેનોને પણ આવી રીતે કોલ કરીને માનસિક હેરાનગતિ કરી હતી.


આરોપીની પંજાબથી ધરપકડ

ફરિયાદ મળતા જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ડિજિટલ ફોરેન્સિક અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે આરોપીની ઓળખ પંજાબના ફિરોઝપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાના ચક મેઘા વિરાન ગામના રહેવાસી ગુરજીતસિંઘ મેહિલસિંઘ રાયશિખ તરીકે થતા પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી પંજાબમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કસ્ટડીમાં લીધો હતો.


તપાસમાં શુ ખુલ્યું

તપાસમાં ખુલ્યું કે, આરોપી અગાઉથી મહિલાઓને અશ્લીલ કોલ અને મેસેજ મોકલી સતાવતો હતો, પરંતુ અન્ય રાજ્યમાં રહેવાના કારણે પોલીસ પકડથી બચી ગયો હતો. સાયબર ક્રાઇમ વિભાગે મહિલાઓને સલાહ આપી છે કે, અજાણ્યા નંબર પરથી આવતાં કોલ અથવા મેસેજનો પ્રતિસાદ ન આપે અને આવા બનાવ અંગે તરત પોલીસને જાણ કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now