Home Tech/Gadgets Beware These 4 Apps Will Empty Your 15gb Of Data In A Matter Of Moments

સાવધાન! આ 4 એપ્સ તમારો 1.5GB ડેટા થોડી ક્ષણોમાં કરી દેશે ખાલી! : સ્માર્ટ બનો, ડેટાનો વપરાશ ઘટાડવાની ટિપ્સ જાણો

સાવધાન! આ 4 એપ્સ તમારો 1.5GB ડેટા થોડી ક્ષણોમાં કરી દેશે ખાલી!
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 12:15 PM IST

Social media : આજના સમયમાં સ્માર્ટફોન વિના જીવન અધૂરું છે, પણ સૌથી મોટી સમસ્યા છે 'મોબાઈલ ડેટા'. ઘણીવાર એવું બને છે કે, આપણે હજુ તો સોશિયલ મીડિયા ખોલ્યું જ હોય ત્યાં '50% ડેટા વપરાઈ ગયો' નો મેસેજ આવી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, વાઇફાઇ વગર આ ડેટા આટલી ઝડપથી ક્યાં જાય છે? હકીકતમાં, કેટલીક લોકપ્રિય એપ્સ એવી છે, જે સતત રિફ્રેશ થતી રહે છે અને વિડીયો લોડ કરવા માટે પુષ્કળ ડેટા વાપરે છે. જાણો એવી એપ્સ વિશે જે તમારા ડેટાની દુશ્મન છે.

YouTube : વિડીયો ક્વોલિટી ડેટા ઉડાવે છે

યુટ્યુબ મનોરંજનનું મોટું સાધન છે, પણ તે સૌથી વધુ ડેટા પણ વાપરે છે. જો તમે એક કલાક સુધી હાઇ-ડેફિનેશન (HD) માં વિડીયો કે શોર્ટ્સ જુઓ છો, તો તે 3GB સુધીનો ડેટા વાપરી શકે છે.

ઉપાય : ડેટા બચાવવા માટે સેટિંગ્સમાં જઈને 'વિડીયો ક્વોલિટી' ઓછી (Data Saver Mode) પર સેટ કરો.

Instagram : રીલ્સ જોવાની આદત પડી શકે છે ભારે

ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવી કોને ન ગમે? પણ ઇન્સ્ટાગ્રામ તમારા જોવા પહેલા જ વિડીયોને 'પ્રી-લોડ' કરે છે જેથી તમે અટકે નહીં. આ પ્રક્રિયામાં એક કલાકના વપરાશમાં 500MB થી 1GB ડેટા વપરાઈ જાય છે. હાઇ-રિઝોલ્યુશન ફોટા પણ વધુ ડેટા ખેંચે છે.

Facebook : માત્ર સ્ક્રોલિંગમાં પણ મોટું નુકસાન

ઘણાને લાગે છે કે, ફેસબુક ઓછો ડેટા વાપરે છે, પણ હકીકત અલગ છે. માત્ર ન્યૂઝ ફીડ સ્ક્રોલ કરવાથી પણ 50-100MB વપરાય છે. જો તમે ફેસબુક વોચ કે રીલ્સ સેક્શનમાં ગયા, તો તમારો વપરાશ સીધો 1GB સુધી પહોંચી શકે છે.

Pinterest : સુંદર ફોટાની પાછળ ડેટાનો ખર્ચ

નવી ડિઝાઇન કે, રેસિપી શોધવા માટે Pinterest શ્રેષ્ઠ છે, પરંતુ આ એપ ખૂબ જ હેવી છે. તેમાં હજારો ફોટા એકસાથે લોડ થાય છે. એક રિપોર્ટ મુજબ, માત્ર 5 મિનિટ Pinterest વાપરવાથી 85MB જેટલો ડેટા ખર્ચાઈ શકે છે.

જો તમે લિમિટેડ ડેટા પેક વાપરો છો, તો આ એપ્સનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવું જરૂરી છે. એપ્સના સેટિંગ્સમાં જઈને 'Data Saver' મોડ ઓન રાખવો એ ડેટા બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now