Best 5G Phone : આજના સમયમાં બજેટ-ફ્રેન્ડલી 5G ફોનની માંગ ખૂબ વધી ગઈ છે. જો તમે ₹15,000 ના બજેટમાં નવો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો માર્કેટમાં Realme C83 5G, Oppo K14x 5G અને Samsung Galaxy F70e 5G જેવા ઓપ્શન ઉપલબ્ધ છે. આ ત્રણેય ફોન સમાન પ્રોસેસર ધરાવતા હોવા છતાં, તેમના ફીચર્સમાં મોટો તફાવત છે. જાણો કે તમારા માટે કયો ફોન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
Realme C83 5G vs Oppo K14x 5G vs Samsung Galaxy F70e 5G
કિંમત
Realme C83 5G ની કિંમત 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹13,499, 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹14,499 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,499 છે.
OPPO K14x 5G 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹14,999 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹16,999 માં ઉપલબ્ધ છે.
Samsung Galaxy F70e 5G ની કિંમત 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹12,499 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹14,999 છે.
ડિસ્પ્લે
Realme C83 5G માં 6.8-ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1570x720 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Oppo K14x 5G માં 6.75-ઇંચ HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1604x720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1125 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Samsung Galaxy F70e 5G માં 6.7-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ, 260 ppi પિક્સેલ ડેન્સિટી અને 800 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
બેટરી બેકઅપ
Realme C83 5G માં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh ની મોટી બેટરી છે.
Oppo K14x 5G માં 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh ની બેટરી છે.
Samsung Galaxy F70e 5G માં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh ની બેટરી છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Realme C83 5G, Android 16 પર બેસ્ડ Realme UI 7.0 પર ચાલે છે.
Oppo K14x 5G, Android 16 પર બેસ્ડ Color OS 16 પર ચાલે છે.
Samsung Galaxy F70e 5G, Android 16 પર બેસ્ડ One UI 8 પર ચાલે છે.
પ્રોસેસર
Realme C83 5G માં ઓક્ટા-કોર MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Oppo K14x 5G માં MediaTek Dimensity 6300 6nm પ્રોસેસર છે.
Samsung Galaxy F70e 5G માં MediaTek Dimensity 6300 ચિપસેટ સામેલ છે.
કેમેરા સેટઅપ
Realme C83 5G માં પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 5mp નો ફ્રન્ટ કેમેરા છે.
Oppo K14x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો પોટ્રેટ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 5mp નો ફ્રન્ટ કેમેરો છે.
Samsung Galaxy F70e 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Realme C83 5G 5G માં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.3, GPS, 3.5mm ઓડિયો જેક અને USB Type-C પોર્ટ મળે છે.
Oppo K14x 5G 5G માં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ આપવમાં આવે છે.
Samsung Galaxy F70e 5G માં ડ્યુઅલ સિમ, 3.5mm જેક, 5G, Wi-Fi, Bluetooth 5.3, GPS અને USB Type-C પોર્ટ સામેલ છે.
કયો ફોન ખરીદવો?
જો તમારે મોટી બેટરી જોઈએ છે, તો Realme C83 5G પસંદ કરો.
જો તમને ઝડપી ચાર્જિંગ અને બ્રાઈટ ડિસ્પ્લે ગમે છે, તો Oppo K14x 5G બેસ્ટ છે.
જો તમે વધુ સારો કેમેરા અને સેમસંગનો ભરોસો ઈચ્છો છો, તો Samsung Galaxy F70e 5G યોગ્ય પસંદગી છે.




















