Home Gujarat Baroda Dairy Md Resigns

બરોડા ડેરીના એમડીનું રાજીનામું : ધારાસભ્યનો હુંકાર 'મોટા માથાઓના નામ ખુલશે'

બરોડા ડેરીના એમડીનું રાજીનામું
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 01:51 PM IST

વડોદરાની બરોડા ડેરીના એમડી અજય જોશીએ ગત મહિને રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં મળેલી બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં રાજીનામું મંજૂર પણ કરવામાં આવ્યું છે. અજય જોશીની નિવૃતિને માત્ર 10 મહિના જેટલો જ સમય બાકી છે આમ અચાનક રાજીનામું આપતા આશ્ચર્ય સર્જાયું છે.


સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના મેનેજમેન્ટ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે,  કે ડેરીમાં મૃત લોકોના નામે નાણાકીય ઉચાપત થઈ રહી છે. આ મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. સાથે જ આવનારા દિવસોમાં મોટા માથાઓના નામ ખુલશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.


અજય જોશીએ એમડી પદેથી આપેલું રાજીનામું ગઈકાલે મળેલી બોર્ડ મીટિંગમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. અજય જોશીની નિવૃતિને 10 મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે તેમણે આપેલા રાજીનામાં અંગે અનેક સવાલો ઉભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now