સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના નેતૃત્વમાં 9 જુલાઈ, 2025ના રોજ પબ્લિક સેક્ટરના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. આ હડતાળ છેલ્લા કેટલાક સમયથી અટકેલી પડતર માંગો, નીતિગત મુદ્દાઓ અને ખાનગીકરણ સામેના વિરોધ રૂપે છે.
હડતાળના મુખ્ય મુદ્દાઓ:
પબ્લિક સેક્ટર બેંકમાં નવી ભરતી શરૂ કરવી
લાઈફ ઈનસ્યોરન્સ અને મેડિકલ સર્વિસીસ પરથી GST દૂર કરવો
નેશનલાઈઝ્ડ બેંકોના ખાનગીકરણનો વિરોધ
સરકારી નીતિમાં મજૂર વિરોધી પગલાંનો વિરોધ
ગુજરાતમાંથી 20,000 કર્મચારીઓ જોડાશે
હડતાળમાં રાજ્યમાંથી અંદાજે 20 હજારથી વધુ બેંક અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રના કર્મચારીઓ જોડાશે, જેના પગલે સમગ્ર રાજ્યમાં બેંકિંગ સેવાઓ ઠપ થઈ શકે છે.
વિપુલ આર્થિક અસરની શક્યતા
અંદાજે હડતાળના દિવસે:
ગુજરાતના ₹15,000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પર અસર થશે
ચેક ક્લિયરિંગ, રોકડ પ્રવાહ, રોકડ જમા-ઉપાડા જેવી સેવાઓ પર ખાસ અસર
જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ અસરગ્રસ્ત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BOB), કેનરા બેંક સહિતની પબ્લિક સેક્ટર બેંકોમાં હડતાળ દરમ્યાન મોટાભાગની બ્રાંચો બંધ રહી શકે છે.
યુનિયનોની ચીમકી
ટ્રેડ યુનિયનોનો કહેવું છે કે જો સરકાર તરફથી માંગણીઓ પર તાકીદે ધ્યાન ન અપાય તો આંદોલનને વઘારી દેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિત હડતાળના ચરણ તરફ પણ વલણ લઈ શકાય છે.





