Home Gujarat Banaskantha Aap Protest Diesel Shortage Fertilizer Price Issue

ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે AAPનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન : મુખ્યમંત્રીને મોકલાયું આવેદનપત્ર

Palanpur News
Published by: Viral Patel
Last Updated: May 21, 2026, 12:09 PM IST

Palanpur News: રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી અને ખેતીની સીઝન ટાણે જ સર્જાયેલી ડીઝલની ગંભીર અછતને પગલે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતાની પડખે રહીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'આપ'ના કાર્યકરો અને હોદ્દેદારોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ડીઝલ સંકટ અને ખાતરના વધતા ભાવો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.

ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં: 'આપ'નો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, હાલમાં રાજ્યભરના પેટ્રોલ પંપો પર ડીઝલની ભારે કટોકટી સર્જાઈ છે. આ અછતના કારણે ખેતી કામકાજ પર ખૂબ જ માઠી અસર પડી રહી છે. આ ઉપરાંત, માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરો અને રોજિંદુ કમાઈને ખાતા સામાન્ય નાગરિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 'આપ'ના નેતાઓએ જણાવ્યું કે, મોંઘવારી અને ડીઝલના આયોજન મુદ્દે વર્તમાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

ગાંધીનગરમાં BRICS દેશોના જસ્ટિસ મિનિસ્ટરોની બેઠક : વૈકલ્પિક વિવાદ નિવારણ પર મહત્વપૂર્ણ ઘોષણાપત્ર સ્વીકારાયું

વાવણી ટાણે જ ડીઝલ સંકટ અને ખાતરના ભાવવધારાથી જગતનો તાત ચિંતિત

ચોમાસાની શરૂઆત પહેલાં જ્યારે ખેડૂતો વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, બરાબર એ જ સમયે ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો ચલાવવા માટે ડીઝલ ન મળતા ખેતી કામ અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, રાસાયણિક ખાતરના સતત વધતા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાતરના ભાવવધારાને લઈને ધરતીપુત્રોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ

  • ખેડૂતો માટે અલગ ક્વોટા: ખેતીકામ ખોરવાય નહીં તે માટે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે ખાસ અલગ ક્વોટા ફાળવવામાં આવે.

  • તાત્કાલિક નિર્ણય: ડીઝલની અછત દૂર કરવા અને ખાતરના આસમાને પહોંચેલા ભાવો ઘટાડવા રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લે.

ગુજરાત પોલીસનું 'ઓપરેશન મિલાપ' : માત્ર બે અઠવાડિયામાં શોધી કાઢ્યા ગુમ થયેલા 701 લોકો

કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત

બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે અને મોંઘવારી પર લગામ અટકાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now