Home Gujarat Bahucharaji Rangotsav Bhupendrasinh Chudasama Statement Pm Modi

"નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત" : બહુચરાજી રંગોત્સવ પર્વની ઉજવણી દરમિયાન બોલ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

"નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 12:07 PM IST

બહુચરાજી ખાતે રંગોત્સવ પર્વની ઉજવણી દરમિયાન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે બહુચર માતાની શાહી સવારીમાં ભાગ લીધો અને દેશ-વિશ્વની પરિસ્થિતિ અંગે પ્રતિભાવ વ્યક્ત કર્યો.

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલનો ઉલ્લેખ કરતાં ચુડાસમાએ જણાવ્યું કે એકબીજા પર બોમ્બમારા અને તણાવ વચ્ચે ભારત આનંદ અને ઉત્સવનો માહોલ અનુભવી રહ્યું છે. તેમના કહેવા મુજબ, માતાજીની કૃપા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત છે.

તેમણે ઉમેર્યું કે PM મોદીની રાજકીય કૂટનીતિને કારણે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે અને ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.

ચુડાસમાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 36 વર્ષથી તેમના મિત્ર બાબુભાઈ પટેલ સાથે ખોડિયાર મંદિરે પૂનમ ભરવા જાય છે. દેશની પ્રગતિ અને સર્વજનના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી હોવાનું પણ તેમણે જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now