Home Gujarat Automatic Vehicle Washing Machines Installed At 33 Depots For Cleaning St Buses

રાત-દિવસ દોડતી ST બસો હવે રહેશે ચકાચક : રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ

રાત-દિવસ દોડતી ST બસો હવે રહેશે ચકાચક
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 02:31 PM IST

દિવસ-રાત દોડતી એસ.ટી. બસની સ્વચ્છતાને ધ્યાને લઈને નિગમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, આણંદ, કપડવંજ, નડિયાદ, બોરસદ, ડાકોર, ખંભાત, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, થરાદ, ડીસા, સિદ્ધપુર, રાધનપુર, દિયોદર, મહેસાણા, પાટણ, કડી, ઊંઝા, વડનગર, કલોલ, દ્વારકા, ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા, ભાવનગર, પાલીતાણા, મહુવા અને બોટાદ મળીને કુલ ૩૩ ડેપોમાં ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા ૦૭ મશીન ખંભાળિયા, વલસાડ, હિંમતનગર, ગોધરા, વડોદરા (પાણીગેટ), દાહોદ અને ઉઘના ડેપો ખાતે ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે.
આગામી સમયમાં અમરેલી, બગસરા, કોડીનાર, સાવરકુંડલા, ઉના, ડભોઈ, છોટાઉદેપુર, પાદરા, બોડેલી, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, રાજપીપળા, બારીયા, હાલોલ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, બાયડ, ભિલોડા, ઇડર, ખેડબ્રહ્મા, માણસા, મોડાસા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, પોરબંદર, વેરાવળ, વિજાપુર, બાલાસિનોર, બારડોલી, માંડવી (સુરત), સોનગઢ, સુરત (સીટી), બીલીમોરા, ધરમપુર, નવસરી અને વાપી મળીને કુલ ૪૦ ડેપો ખાતે પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવાનું નિગમનું આયોજન છે.

ગુજરાત એસ.ટી નિગમે હરહંમેશ નાગરિકોની મુસાફરી તેમજ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે. જેના ભાગરૂપે નિગમે રૂ. ૧૪ લાખથી વધુની કિંમત ધરાવતા ૮૦ ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ રૂ. ૧૧.૮૦ કરોડના ખર્ચે ખરીદી કરી ડેપોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ દ્વારા બસના આગળનો ભાગ, બંને સાઈડ તેમજ પાછળના ભાગમાં ફક્ત ૫ થી ૭ મિનીટમાં સફાઈ થઈ જાય છે અને મુસાફરોને સ્વચ્છ મુસાફરીનો લાભ મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now