Home Gujarat Attempt To Overturn Vande Bharat Train Failed Due To Pilot Alertness

મોટી દુર્ઘટના થતા ટળી : વંદે ભારત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પાયલટની સતર્કતાથી કાવતરું નિષ્ફળ

મોટી દુર્ઘટના થતા ટળી
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 06:25 PM IST

વંદે ભારત ટ્રેન ઉથલાવવા ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અજાણ્યા ઈસમે ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચે પાટા પર 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.

મળતી માહિતી અનુસાર ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર કોઇએ ૨૦ ફુટ લાંબી લોંખડની એન્ગલ વાળીને મુકીને વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને ઉડાવી દેવા માટે કાવતરૂ ઘડયુ હોવાનું સામે આવ્યું છે. સાબરમતીમાં આવેલા સર્વોત્તમનગરમાં રહેતા ભાગવત બેહેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડીવીઝનમાં ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સીનીયર સેક્શન એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડીયા બી પેનલ રલવે સ્ટેશન લાઇનથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે યોગ્ય રીતે રેલ વ્યવહાર જળવાઇ રહે તે જોવાની કામગીરી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એવો મેસેજ મળ્યો હતો કે કોઇએ ખોડીયાર રેલવે લાઇન થાંભલા નંબર ૫૧૦ પાસે રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વાળીને મુકી હતી. આ સમયે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસમાં લોખંડની એન્ગલ ફસાઇ જતા પાયલોટે ટ્રેનને ઉભી રાખતા મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. બાદમાં આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એન્ગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી. વંદેભારત એક્સપ્રેસ પસાર થઇ તે પહેલા આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઇ હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now