Home Business Atf Price Stabilisation Fund 10000 Crore Cabinet Approval India 2026

એવિએશન સેક્ટરને મોદી સરકારની મોટી રાહત! : એરલાઇન્સ અને મુસાફરોને બચાવવા ₹10,000 કરોડના સ્પેશિયલ ફંડને મંજૂરી

Cabinet Approves Jet Fuel Price Stabilisation Fund
Published by: Viral Patel
Last Updated: Jun 03, 2026, 01:19 PM IST

Cabinet Approves Jet Fuel Price Stabilisation Fund: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector)ને સંકટમાંથી ઉગારવા માટે એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિમાનના ઇંધણના ભાવને નિયંત્રિત કરવા માટે ₹10,000 કરોડના જેટ ફ્યુઅલ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (Jet Fuel Price Stabilisation Fund) ને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આ મોટા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે.

ગુજરાત ચોમાસા પૂર્વે એલર્ટ : ‘ઝીરો કેઝ્યુઆલિટી’ લક્ષ્ય સાથે તંત્ર સજ્જ, NDRFની 14 અને SDRFની 22 ટીમો તૈયાર

શા માટે પડી આ ફંડની જરૂર? માત્ર 2 મહિનામાં 2.5 ગણા વધ્યા ભાવ

કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ના ભાવમાં આગ લાગેલી છે. તેની સીધી અસર વિમાનના ઇંધણ એટલે કે એટીએફ (ATF–Aviation Turbine Fuel) પર પડી છે.

  • માર્ચ 2026માં કિંમત: ₹60.5 પ્રતિ લીટર

  • મે 2026માં કિંમત: ₹142 પ્રતિ લીટર (માત્ર બે મહિનામાં અંદાજે 2.5 ગણો જંગી વધારો)

કોઈપણ એરલાઇન કંપનીના કુલ ઓપરેટિંગ કોસ્ટ (પરિચાલન ખર્ચ)માં લગભગ 40 ટકા હિસ્સો માત્ર વિમાન ઇંધણ (ATF)નો જ હોય છે, તેથી આ બેફામ વધારાએ ભારતીય એરલાઇન્સ અને તેલ કંપનીઓ (OMCs)ની કમર તોડી નાખી હતી. ઘણી કંપનીઓને તો પોતાની ફ્લાઇટ્સ પણ ઘટાડવાની ફરજ પડી રહી હતી.

સુરત પોલીસનું 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' સફળ : ₹4.31 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, 77 આરોપીઓ ઝડપાયા

હવે સરકારે નક્કી કરી લિમિટ: ₹75.6થી વધુ નહીં હોય ભાવ

ઘરેલું એવિએશન કંપનીઓને આ ભારે આર્થિક બોજમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. સરકારે ઘરેલું ઉડ્ડયન (Domestic Operations) માટે વિમાન ઇંધણની કિંમતને ₹75.6 પ્રતિ લીટર પર કેપ (મહત્તમ સીમા નક્કી) કરી દીધી છે. આનો અર્થ એ થયો કે જો બજારમાં ઇંધણની કિંમત આનાથી ઉપર જશે, તો સરકાર આ ₹10,000 કરોડના ફંડનો ઉપયોગ કરીને કિંમતોને સ્થિર રાખશે અને કંપનીઓ પર વધારાનો બોજ આવવા નહીં દે.

આ મોટા નિર્ણયથી સામાન્ય જનતા અને કંપનીઓને શું ફાયદો થશે?

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, સરકારના આ પગલાથી ઘણા મોટા ફાયદા થવાના છે.

"કચેરીઓ વધારવાથી નહીં, દાનત સુધારવાથી પ્રશ્નો ઉકેલાશે" : પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર

ફ્લાઇટ ટિકિટના ભાવ નહીં વધે

વૈશ્વિક સ્તરે ઇંધણ મોંઘું થવા છતાં હવે એરલાઇન કંપનીઓ હવાઈ ભાડામાં મનસ્વી રીતે વધારો કરી શકશે નહીં. આનાથી સામાન્ય હવાઈ મુસાફરો ખિસ્સા પર વધારાનો બોજ નહીં પડે.

ઉડ્ડયન સેવાઓ ખોરવાશે નહીં

એરલાઇન્સનું ઓપરેશન સુચારૂ રીતે ચાલતું રહેશે અને ખર્ચ વધવાના ડરથી ફ્લાઇટ્સ રદ થવાનો કે ઘટવાનો ખતરો ટળી જશે.

જામનગરવાસીઓ માટે મહત્વના સમાચાર : ગુરુવારે શહેરના આ પોશ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જાણો વિગત

ભારતીય એવિએશન સેક્ટરને મજબૂતી

આ ફંડ ભારતીય શેડ્યૂલ્ડ એરલાઇન્સને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં પણ સ્થિરતા પ્રદાન કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now