Home Gujarat Rajkot Palabhai Ambaliya Reaction On Land Office System Abolition Gujarat

"કચેરીઓ વધારવાથી નહીં, દાનત સુધારવાથી પ્રશ્નો ઉકેલાશે" : પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર

Rajkot News
Published by: Viral Patel
Last Updated: Jun 03, 2026, 12:50 PM IST

Rajkot News: ગુજરાતમાં જમીન માપણી અને રી-સર્વેની કામગીરી હંમેશા વિવાદોના વમળમાં રહી છે. તાજેતરમાં સરકાર દ્વારા 'જિલ્લા નિરીક્ષક જમીન દફતર' (DILR) પ્રથા નાબૂદ કરી આ વ્યવસ્થાને તાલુકા કક્ષાએ લઈ જવાની જાહેરાત પર ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પાલભાઈ આંબલિયાએ આ નિર્ણયને ખેડૂતોના હિતમાં નહીં, પરંતુ તેમને લૂંટવાનું નવું તરકટ ગણાવ્યું છે.

ખોટી જમીન માપણી રદ્દ કરવાને બદલે લૂંટવાના નવા કીમિયા

પાલભાઈ આંબલિયાનું સ્પષ્ટ માનવું છે કે સરકારે અગાઉ કરેલી ખોટી અને ભૂલભરેલી જમીન માપણીને સંપૂર્ણપણે રદ્દ કરવાની જરૂર હતી. તેના બદલે સરકાર વહીવટી માળખામાં ફેરફાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. જિલ્લા કક્ષાની ઓફિસોને વિસ્તારીને તાલુકા કક્ષાએ લઈ જવાથી મૂળભૂત પ્રશ્ન, એટલે કે ખોટી માપણીની ભૂલો, આપોઆપ સુધરી જવાની નથી. સરકાર માત્ર કચેરીઓના સરનામા બદલી રહી છે, ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ નહીં.

5 જૂનથી શરૂ થશે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર : વિરોધીઓને પણ ખુલ્લું આમંત્રણ, કડશ યાત્રાની તૈયારીઓ તેજ

"પહેલા 33 દુકાનો હતી, હવે 327 દુકાનો થશે"

સરકારના આ નિર્ણય પર કટાક્ષ કરતાં આંબલિયાએ જણાવ્યું હતું કે, જે ભ્રષ્ટાચાર અને લૂંટ પહેલા જિલ્લા કક્ષાએ થતી હતી, તે હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રિત થશે. અગાઉ ખેડૂતોને લૂંટવા માટે રાજ્યમાં 33 'દુકાનો' (જિલ્લા કચેરીઓ) કાર્યરત હતી, જે આ નવા નિર્ણય બાદ વધીને 327 'દુકાનો' (તાલુકા કચેરીઓ) થઈ જશે. આનાથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને હેરાન કરવાની અને લૂંટવાની દુકાનોમાં સરકારે મોટો વધારો કર્યો છે."

સ્ટાફની અછત વચ્ચે મોટા દાવા: સવાલોના ઘેરામાં સરકાર

તાલુકા કક્ષાએ વ્યવસ્થા ઊભી કરવાના સરકારના દાવા સામે તેમણે તાર્કિક સવાલો ઉઠાવ્યા છે..

લોકાર્પણ પહેલા રાજકોટના સાંઢિયા પુલને ફરી શું થયું? : સ્લેબ બાદ હવે નવો વિવાદ, જાણો સમગ્ર મામલો

સ્ટાફ ક્યાંથી લાવશે?

અત્યારે જ્યારે જિલ્લા કક્ષાએ ઓફિસો કાર્યરત છે, ત્યારે પણ સરેરાશ 10 સર્વેયર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તો પછી તાલુકા કક્ષાની 327 કચેરીઓમાં પ્રત્યેક જગ્યાએ 15-15 સર્વેયર સરકાર ક્યાંથી લાવશે?

કચેરીઓ વધારવાથી પરિણામ બદલાશે?

શું માત્ર 33 કચેરીઓમાંથી 327 કચેરીઓ કરી દેવાથી વર્ષો જૂના જટિલ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ખરી?

15 વર્ષની મહેનતનું પરિણામ 'શૂન્ય'

આર્ટિકલમાં રી-સર્વેની કામગીરીની નિષ્ફળતા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રી-સર્વેની કામગીરી છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેનું પરિણામ આજે પણ 'શૂન્ય' છે. આટલા લાંબા સમયગાળામાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલા સુધારાના આધારે એકપણ ગામના મૂળ નકશામાં તેની વાસ્તવિક અસર કે સુધારો જોવા મળ્યો નથી.

રાજકોટમાં મધરાતે પોલીસનું મોટું સર્ચ ઓપરેશન : 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અટકાયતમાં

જો નકશા જ નથી બદલાવાના, તો અરજીઓનો મતલબ શું?

પાલ આંબલિયાએ સરકારની દાનત સામે સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ખેડૂતો પાસેથી ભૂલ સુધારણાની હજારો અરજીઓ કરાવ્યા પછી પણ જો ગામના નકશામાં કોઈ સુધારો કે અસર જ આપવાની ન હોય, તો આ અરજીઓ કરાવવાનો આખરે મતલબ શું છે? જો અરજીઓના નિકાલ બાદ પણ નકશા યથાવત રહેતા હોય, તો 33 કચેરીઓ બંધ કરી 327 કચેરીઓ ઊભી કરવાનો કોઈ તર્ક રહેતો નથી. કચેરી ભલે 33 હોય કે 327, જ્યાં સુધી અરજીના આધારે ગામના નકશા સુધારવાની સરકારની દાનત નથી, ત્યાં સુધી ખેડૂતોની હાલાકીનો અંત આવવાનો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now