Home Gujarat Asarams Interim Bail Extended Again By High Court

આસારામના હંગામી જામીન ફરી હાઇકોર્ટે લંબાવ્યા : 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે, સુરત દુષ્કર્મ કેસ

આસારામના હંગામી જામીન ફરી હાઇકોર્ટે લંબાવ્યા
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 06:51 AM IST

આસારામના હંગામી જામીનમાં ગુજરાત હાઈકોર્ટે વધારો કર્યો છે. સુરત અને જોધપુર દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. ત્યારે હવે આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.


3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન

અત્રે જણાવીએ કે, ગઈકાલે સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસારામને હેલ્થ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય દુષ્કર્મનો આરોપી આસારામને ગુજરાત હાઈકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે.

મેડિકલ બેઝ પર જામીન પર હતા આસારામ

અત્રે જણાવીએ કે, ગુજરાત હાઇકોર્ટે મેડિકલ બેઝ ઉપર આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓગસ્ટ સુધી જામીન લંબાવ્યા હતા. આસારામ ઉપર સુરતની યુવતી સાથે દુષ્કર્મના કેસ મામલે ગુજરાતમાં ગુનોં નોંધાયલો હતો તેવો જ દુષ્કર્મનો ગુનોં રાજસ્થાનના જોધપુરમાં પણ નોંધાયો હતો. જો કે, આસારામને ગુજરાત હાઈકોર્ટ ફરી એકવાર રાહત આપી છે.


જુલાઈમાં 1 મહિનો જામીન વધાર્યા હતા

આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવાયા હતા ત્યારે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કરાયા હતા. 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથધરવામાં આવશે. ત્યાં સુધી હાઇકોર્ટે હંગામી જામીન લંબાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 3 જુલાઈએ ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીનમાં 1 મહિનાનો વધારો કર્યો હતો.

અગાઉ 3 મહિનાના જામીન આપ્યા હતા

અત્રે જણાવીએ કે, આસારામને સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપસર ગાંધીનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. ત્યારે તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર આસારામના વચગાળાના જામીન આપ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી ઉપર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now