Home Tech/Gadgets Artemis Ii Nasas Historic Mission To Human Lunar Orbit After 50 Years

Artemis II; 50 વર્ષ પછી માનવ ચંદ્રકક્ષામાં, નાસાનું ઐતિહાસિક મિશન : ચંદ્ર પર પાણીની શોધથી લઈને મંગળ મિશન સુધી, જાણો Artemis II ની ખાસિયતો

Artemis II; 50 વર્ષ પછી માનવ ચંદ્રકક્ષામાં, નાસાનું ઐતિહાસિક મિશન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 04:58 AM IST

Artemis II: નાસા (NASA) દ્વારા આયોજિત Artemis II મિશન માનવ ઇતિહાસની એક મોટી ઘટના સાબિત થવા જઈ રહ્યું છે. છેલ્લે 50 વર્ષ પહેલાં માણસે ચંદ્ર પર પગ મૂક્યો હતો, અને હવે ફરી એકવાર 4 અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની ભ્રમણકક્ષા (Orbit) સુધી જશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં ચંદ્ર પર સુરક્ષિત રીતે માણસને ઉતારવા (Moon Landing) માટેનો રસ્તો સાફ કરવાનો છે. આર્ટેમિસ II એ માત્ર નાસાનું મિશન નથી, પણ સમગ્ર માનવજાતની અસીમ આકાંક્ષાઓનું પ્રતીક છે. તે સાબિત કરશે કે, વિજ્ઞાન અને સાહસના જોરે માણસ બ્રહ્માંડમાં અનંત ઊંચાઈઓ આંબી શકે છે.

ગૌરવશાળી ટીમની પસંદગી

આ મિશનની સૌથી રસપ્રદ વાત તેમાં સામેલ અંતરિક્ષ યાત્રીઓ છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા એસ્ટ્રોનોટ, Christina Koch, ચંદ્રની આટલી નજીક જશે. તેમની સાથે પ્રથમ અશ્વેત અંતરિક્ષ યાત્રી Victor Glover પણ આ સફરનો ભાગ બનશે. આ ટીમમાં Reid Wiseman અને Jeremy Hansen નો પણ સમાવેશ થાય છે, જે વિવિધતા અને સમાનતાનો સંદેશ આપે છે.

મિશનનો મુખ્ય હેતુ

આ મિશન માત્ર ફરવા માટે નથી, પણ તેના લક્ષ્યો ખૂબ ઊંડા છે:

પાણીની શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole) પર થીજેલા પાણીના સ્ત્રોત શોધવા.

બેઝ કેમ્પ: ચંદ્રની સપાટી પર લાંબો સમય રહેવા માટે ‘બેઝ કેમ્પ’ નું નિર્માણ કરવું.

લૂનર ગેટવે: ચંદ્રની આસપાસ એક સ્ટેશન બનાવવું, જે ભવિષ્યમાં મંગળ (Mars) ગ્રહ સુધી પહોંચવા માટે એક ‘સ્ટોપ ઓવર’ અથવા રસ્તા તરીકે કામ કરશે.

સામાન્ય માનવી પર અસર

તમને થશે કે, આ મિશનથી આપણને શું ફાયદો? અવકાશ વિજ્ઞાનમાં વપરાતી ટેકનોલોજી જ્યારે પૃથ્વી પર આવે છે, ત્યારે તે જીવન બદલી નાખે છે. આ મિશન માટે વિકસાવવામાં આવેલી અદ્યતન 'લાઇફ સપોર્ટ સિસ્ટમ' ભવિષ્યમાં આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે કામ આવશે. યાદ રહે કે, અગાઉના મિશનને કારણે જ આપણને આજે LED લાઈટ્સ, કોર્ડલેસ વેક્યુમ ક્લીનર્સ અને પાણી શુદ્ધ કરવાની ટેકનોલોજી જેવી સુવિધાઓ મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now