સુરત શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવ્યો છે, જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો-સ્ટુડિયોમાં કામ કરતો અર્જુન કંથારીયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી રૂ.50 લાખના ઘરેણાં તથા રૂ. 2.59 લાખ રોકડા મળી કુલ રૂ. 52.59 લાખ પડાવી લીધી હતા.આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારીયાની ધરપકડ કરી છે. તે હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે.
દીકરીના ફોટો શૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયેલી લાલદરવાજાની પરિણીતા સ્ટુડિયોમાં કામ કરતો અર્જુન કંથારીયાની જાળમાં ફસાઈ ગયા હતા. યુવકે વાર્તામાં ભોળવી પીડિતા સાથે સંપર્ક વધાર્યા બાદ યૌનશોષણ કરી 50 લાખના હીરા-સોનાના ઘરેણાં અને રોકડા રૂ.2.59 લાખ પણ પડાવી લીધા હતા.નાની દીકરીનું ફોટોશૂટ કરાવવાનું હોવાથી ઓક્ટોબર-૨૦૨૩માં અડાજણમાં શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયા હતા. જ્યાં આરોપીએ અનુજસિહે બેબી ફોટોશૂટ માટે અલગ-અલગ પેકેજ બતાવ્યા હતા. જે પૈકી 28 હજારનું પેકેજ તેઓને પસંદ આવ્યું હતુ. જે પેકેજ પ્રમાણે છ મહિના સુધી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીને ફોટોશૂટ માટે લઈ ગયા હતા.
આરોપીએ સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઇને પરિણીતાએ પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગયા હતા, જ્યાં અર્જુને બળજબરી કરી દુષ્કર્મ કર્યુ હતુ. આ રીતે પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી છ વખત પાલની ફોર સીઝન હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. પીડિતા પોતાના ઘરેણાં જવેલર્સ અને ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી અર્જુનને નાણાંની મદદ કરી હતી.
"કોંગ્રેસના આગેવાનોએ કહ્યું, 'તમે આવી રીતે બોલજો'": ભાવનગરના પૂર્વ નગરસેવિકા સેજલ ગોહિલનું કોંગ્રેસથી ભાજપમાં અચાનક વાપસીનું રહસ્ય શું?






