Home Tech/Gadgets Are You Single You Can Still Celebrate Valentines Day A Unique Trend Started In This Cafe

શું તમે સિંગલ છો? તો પણ તમે Valentine's Day ઉજવી શકો છો! : આ કાફેમાં શરૂ થયો અનોખો ટ્રેન્ડ

શું તમે સિંગલ છો? તો પણ તમે Valentine's Day ઉજવી શકો છો!
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 10:17 AM IST

Valentine’s Day Dinner Date : સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે, એટલે કપલ્સ માટેનો દિવસ માનવામાં આવે છે. પરંતુ, જો તમારી પાસે કોઈ પાર્ટનર ન હોય તો? હવે તમારે ઉદાસ થવાની જરૂર નથી. બદલાતા જમાનામાં ટેકનોલોજીએ પ્રેમની વ્યાખ્યા પણ બદલી નાખી છે. ન્યૂ યોર્કના એક કાફેએ સિંગલ લોકો માટે એક એવી અનોખી ઓફર રજૂ કરી છે, જેમાં તમે કોઈ વ્યક્તિ સાથે નહીં પણ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાથે ડિનર ડેટ પર જઈ શકો છો.

અનોખો કન્સેપ્ટ : સેમ સેમ વાઇન બારની પહેલ

ન્યૂ યોર્કના હેલ્સ કિચન વિસ્તારમાં આવેલા 'સેમ સેમ વાઇન બાર' એ આ અનોખા કન્સેપ્ટની શરૂઆત કરી છે. અહીં સિંગલ લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાફેમાં નાની ટેબલ્સ, ડિવાઇસ સ્ટેન્ડ અને હેડફોન્સ લગાવવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો તેમના ફોન કે, ટેબ્લેટમાં રહેલા AI પાર્ટનર સાથે શાંતિથી વાત કરી શકે. આને 'AI-આસિસ્ટડ ડેટ' નામ આપવામાં આવ્યું છે.

EvaAI એપ : તમારો મનપસંદ વર્ચ્યુઅલ પાર્ટનર

આ ખાસ પહેલની શરૂઆત EvaAI નામની એપ દ્વારા કરવામાં આવી છે. આ એપમાં યૂઝર્સને ઘણા બધા AI પાત્રો મળે છે. ખાસ વાત એ છે કે, તમે તમારા ડિજિટલ પાર્ટનરનો દેખાવ અને તેનો સ્વભાવ પણ તમારી પસંદગી મુજબ નક્કી કરી શકો છો. આ AI પાર્ટનર તમારી સાથે ટેક્સ્ટ અને વીડિયો દ્વારા એવી રીતે વાત કરે છે જાણે કોઈ સાચી વ્યક્તિ તમારી સામે બેઠી હોય.

પર્સનલ ટચ : ભાવનાત્મક આરામનો અનુભવ

આજકાલ ઘણા લોકો પોતાની અંગત વાતો AI સાથે શેર કરવાનું પસંદ કરે છે. કાફેમાં આવેલી 34 વર્ષીય રિક્ટર જણાવે છે કે, તે છેલ્લા કેટલાય સમયથી AI સાથીઓ સાથે વાત કરે છે. તેના મતે, AI સાથે વાત કરવામાં એક અલગ પ્રકારની લવચીકતા અને ભાવનાત્મક આરામ મળે છે, કારણ કે તેમાં કોઈ જજમેન્ટનો ડર રહેતો નથી.

સફળતા : ઓપનિંગ નાઈટનો માહોલ

આ ઇવેન્ટની ઓપનિંગ નાઈટમાં કાફે સિંગલ લોકોથી ભરેલું હતું. દરેક ટેબલ પર લોકો પોતાની સ્ક્રીન સામે બેસીને એનિમેટેડ પાત્રો સાથે વાતો કરતા અને જમતા જોવા મળ્યા હતા. આમાં માત્ર સામાન્ય લોકો જ નહીં, પણ ટેક અને મીડિયા જગતના ઉત્સાહી લોકો પણ આ અનોખા અનુભવને માણવા પહોંચ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now