Home Tech/Gadgets Apple Will Launch Macbook At A Cheaper Price Know Complete Information

Apple સસ્તા ભાવે લોન્ચ કરશે MacBook! : જાણો ડિસ્પ્લે, કિંમત અને પર્ફોમન્સની માહિતી

Apple સસ્તા ભાવે લોન્ચ કરશે MacBook!
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 07:19 AM IST

Apple will launch MacBook at a cheaper price: એપલ આ વર્ષે એક સસ્તું મેકબુક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ એન્ટ્રી-લેવલ મેકબુક એવા યુઝર્સ માટે છે, જે સસ્તા ભાવે પ્રો-લેવલ ફીચર્સ ઇચ્છે છે. ઘણા સમયથી લીક્સ સામે આવી રહ્યા છે અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, એપલ આ ઓફરમાં ક્યાં ફીચર્સ આપશે. જાણો આ સસ્તા મેકબુકમાં આપણે ક્યાં-ક્યાં ફીચર્સ જોવા મળી શકે છે.

12.9 ઇંચની ડિસ્પ્લે

હાલના રિપોર્ટ અનુસાર, એપલ નવા મેકબુકમાં 12.9 ઇંચની ડિસ્પ્લે આપશે અને તે આ વર્ષના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે. આ ઘણા વર્ષો પછી એપલ નાના મેકબુક કેટેગરીમાં વાપસી કરશે. એપલે 2017 સુધી 12 ઇંચની ડિસ્પ્લે સાથે મેકબુક વેચ્યું હતું, પરંતુ પછીથી તે બંધ કરી દેવામાં આવ્યું હતું. એપલ તેની નવી ઓફરને મેકબુક એર લાઇનઅપની નીચે રાખશે અને તેની કિંમત ઓછી રાખવા માટે, આઇફોન 16 પ્રો મોડલોમાં જોવા મળતા A18 પ્રો ચિપસેટ મળે તેવી શક્યતા રહેલી છે.

પર્ફોમન્સમાં ઘટાડો થશે કે નહીં?

ઓછી કિંમત હોવા છતાં, પર્ફોમન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. થર્મલ કાર્યક્ષમતા પણ ઉત્તમ રહેવાની અપેક્ષા છે, અને એપલ બેટરી લાઇફ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી આ MacBook એવા લોકો માટે એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે જેઓ મુસાફરી કરે છે અને ભારે લેપટોપ રાખવા માંગતા નથી.

કિંમત શું હોઈ શકે?

ગ્લોબલ લેવલે તેની કિંમત $600-700 અને ભારતમાં $60,000-80,000 ની વચ્ચે રહેવાની અપેક્ષા છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. તે Pink, yellow અને blue જેવા તેજસ્વી કલરમાં લોન્ચ કરવામાં આવશે, જે યુઝર્સને રંગબેરંગી iMac લાઇનઅપની યાદ અપાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now