ટેક જાયન્ટ Apple પોતાના આગામી ઇવેન્ટમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં કંપની iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max રજૂ કરશે. આ વખતે એપલ ખાસ કરીને અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇનવાળો iPhone 17 Air પણ લાવશે.
જો કે, પ્રો મોડેલો હંમેશની જેમ વધુ શક્તિશાળી અને અદ્યતન સુવિધાઓ સાથે આવશે. ચાલો જાણીએ તે 5 મોટા ફીચર જેમાં iPhone 17 Pro મોડેલ iPhone 17 Air કરતા વધુ સારો સાબિત થશે.
1. બેટરી
iPhone 17 Air ને અલ્ટ્રા-સ્લિમ રાખવા માટે તેની બેટરી નાની રાખવામાં આવી છે. બીજી તરફ, iPhone 17 Pro અને Pro Maxમાં વધુ ક્ષમતાની બેટરી હશે. ખાસ કરીને Pro Max વધુ થીક હોવાથી તેમાં સૌથી મોટી બેટરી મળશે.
2. કેમેરા સેટઅપ
કેમેરાની દ્રષ્ટિએ પણ Pro મોડેલ આગળ રહેશે. iPhone 17 Pro અને Pro Maxમાં 48MP પ્રાઇમરી કેમેરા સાથે ટેલિફોટો અને અલ્ટ્રા-વાઇડ લેન્સ મળશે. જ્યારે iPhone 17 Air માં ફક્ત 48MP મુખ્ય કેમેરા જ આપવામાં આવશે. ત્રણેય મોડેલો આગળના ભાગે 24MP ફ્રન્ટ કેમેરા સાથે આવશે.
3. એન્ટિ-રિફ્લેક્ટિવ ડિસ્પ્લે
એપલ તેના પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં એન્ટિ-રિફ્લેક્ટિવ ટેકનોલોજી આપી રહ્યું છે, જે સ્ક્રીન પર રિફ્લેક્શન ઘટાડે છે. આ સુવિધા ફક્ત Pro મોડેલોમાં મળશે, જ્યારે Air મોડેલમાં ઉપલબ્ધ નહીં હોય.
4. ચિપસેટ
ભલે જ ત્રણેય મોડેલો 12GB RAM સાથે આવશે, પરંતુ iPhone 17 Airમાં A19 Pro ચિપસેટ નહીં મળે. Pro અને Pro Max મોડેલો વધુ શક્તિશાળી પ્રોસેસર સાથે આવશે.
5. રિવર્સ વાયરલેસ ચાર્જિંગ
Apple એ Pro મોડેલો માટે રિવર્સ વાયરલેસ ચાર્જિંગનું પરીક્ષણ કર્યું છે. આ સુવિધાથી વપરાશકર્તાઓ તેમના AirPods અથવા Apple Watchને સીધા જ iPhoneની પાછળ રાખીને ચાર્જ કરી શકશે. આ ખાસ સુવિધા Air મોડેલમાં નહીં મળે.




















