Home Tech/Gadgets Apple To Launch 5 Devices In 2026 Know Everything From Iphone To Macbook

Apple 2026 લોન્ચ કરશે, આ 5 ધાંસુ ડિવાઇસ! : જાણો iPhone થી લઈને સસ્તા MacBook ની કિંમત અને ફીચર્સ

Apple 2026 લોન્ચ કરશે, આ 5 ધાંસુ ડિવાઇસ!
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 05:46 AM IST

Apple to launch 2026, these 5 flagship devices: 2025 પૂરું થવાનું છે, અને આ વર્ષ Apple માટે ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે, Apple એ iPhone 16e થી લઈને સ્લિમ iPhone Air સુધી લોન્ચ કર્યા છે. iPhone 17 સિરીઝ પણ આ વર્ષે નવા ફીચર્સ સાથે લોન્ચ કર્યો છે. જો તમે Apple ના ફેન છો, તો 2026 નું વર્ષ ખૂબ જ રસપ્રદ રહેવાનું છે. Apple વર્ષની શરૂઆતથી જ ડિવાઇસ લોન્ચ કરશે, જેમાં iPhone 17e સૌથી પહેલા આવશે. આ ઉપરાંત, કંપની 2026 માં iPad Mini અપડેટેડ વર્ઝન લાવશે. કંપની એક નવું MacBook પણ લોન્ચ કરી શકે છે. જાણો 2026 ના વર્ષે લોન્ચ થનારા Apple ડિવાઇસ વિશેની સંપૂર્ણ માહિતી.

iPhone 17e

Apple 2026 ના વર્ષની શરૂઆત માં iPhone 17e ને લોન્ચ કરી કરશે, જે ફેબ્રુઆરી 2026 માં લોન્ચ થવાની સંભાવના છે. આ iPhone 17e A19 ચિપસેટથી સાથે આવશે. iPhone 17e માં 48mp નો રિયર કેમેરો અને 18mp નો સેન્ટર સેલ્ફી કેમેરો પણ આપવામાં આવી શકે છે.

iPad Mini 8

Apple 2026 ની શરૂઆતમાં iPad Mini 8 રિલીઝ કરે તેવી અપેક્ષા છે. આગામી iPad માં 60Hz રિફ્રેશ રેટ સાથે વાઇબ્રન્ટ OLED ડિસ્પ્લે હશે. ટેબ્લેટમાં A19 Pro ચિપસેટ હોવાની અપેક્ષા છે.

iPad 12

એપલ આવતા વર્ષે iPad Mini 8 ની સાથે iPad 12 લોન્ચ કરી શકે છે. એપલ એન્ટ્રી-લેવલ iPad ને અપડેટ કરી રહ્યું છે, જેમાં A19 ચિપસેટ હશે. જોકે, અન્ય ફીચર્સ જૂના મોડલ જેવા જ હોઈ શકે છે.

Apple MacBook

Apple આવતા વર્ષે એક નવું સસ્તું MacBook લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જેના પર કંપની હાલમાં કામ કરી રહી છે. આવનારા MacBook માં iPhone 16 Pro નું A18 ચિપસેટ આપવામાં આવી શકે છે. આવનારા MacBook ની કિંમત $599 (આશરે રૂ. 54,000) હોઈ શકે છે.

Apple M5 MacBook Air

Apple આવતા વર્ષની શરૂઆતમાં Apple M5 MacBook Air લોન્ચ કરી શકે છે. આવનારા લેપટોપમાં M5 ચિપસેટ હોવાની અપેક્ષા છે. આવનારા MacBook Air માં OLED ડિસ્પ્લે હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now