Home Tech/Gadgets Apple Second Retail Store Mumbai Borivali Sky City Mall Expansion India

Appleએ મુંબઈમાં બીજો સ્ટોર શરૂ કર્યો : હવે BKC સિવાય બોરીવલીમાં પણ મળશે એપલ પ્રોડક્ટ્સનો શાનદાર અનુભવ

Appleએ મુંબઈમાં બીજો સ્ટોર શરૂ કર્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:30 PM IST

Apple દ્વારા મુંબઈમાં પોતાનો બીજો રિટેલ સ્ટોર કાર્યરત કરી દેવામાં આવ્યો છે. BKC બાદ હવે મુંબઈગરા એપલના નવા ઉત્પાદનોનો અનુભવ બોરીવલીમાં પણ કરી શકશે. કંપનીએ મુંબઈના બોરીવલીમાં આવેલા સ્કાઈ સિટી મોલ (Sky City Mall) માં આ નવો સ્ટોર ઓપન કર્યો છે. આ એપલનો ભારતમાં છઠ્ઠો રિટેલ સ્ટોર છે.

મુંબઈનો બીજો અને મહારાષ્ટ્રનો ત્રીજો એપલ સ્ટોર

  • Apple ની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ મુંબઈનો બીજો અને મહારાષ્ટ્રનો ત્રીજો રિટેલ સ્ટોર છે.

  • મુંબઈ ઉપરાંત કંપની પુણેમાં પણ પોતાનો એપલ સ્ટોર ઓપન કરી ચૂકી છે.

  • હાલમાં ભારતના મુંબઈ, દિલ્હી, નોઈડા, બેંગલુરુ અને પુણેમાં એપલના રિટેલ સ્ટોર્સ છે.

  • આગામી સમયમાં કંપની હૈદરાબાદમાં પણ નવો સ્ટોર શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

નવા ડિવાઈસ અને એક્સચેન્જની સુવિધા

  • એપલ બોરીવલી સ્ટોર પર ગ્રાહકો iPhone 17 લાઇનઅપ સહિત iPhone Air, Apple Watch Ultra 3 નો અનુભવ કરી શકશે.

  • આ સિવાય Apple Watch Series 11, iPad અને Mac ની નવી જનરેશન પણ અહીં ઉપલબ્ધ હશે.

  • ગ્રાહકો અહીં પોતાના જૂના એપલ ડિવાઈસને એક્સચેન્જ પણ કરાવી શકશે.

ભારત: એપલ માટે સૌથી ઝડપથી વિકસતું બજાર

  • Apple એ તેનો પહેલો રિટેલ સ્ટોર એપ્રિલ 2023 માં મુંબઈના BKC માં શરૂ કર્યો હતો.

  • ભારતમાં એપલના iPhone ની માંગમાં જબરદસ્ત વધારો થયો છે અને કંપની ટોપ-5 બ્રાન્ડ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

  • ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) ઇનિશિયેટિવ હેઠળ એપલ હવે લગભગ તમામ iPhone મોડલ્સ ભારતમાં જ એસેમ્બલ કરી રહ્યું છે.

  • ભારતમાં બનેલા આઈફોન હવે વૈશ્વિક સ્તરે પણ નિકાસ (Export) કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now