Home Tech/Gadgets Apple Planning For New Look Of Operating System And Interface For Its Iphone Ipad And Mac Lineup

એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં આવી શકે છે મોટા ફેરફાર : જૂનમાં જાહેરાતની શક્યતા

એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં આવી શકે છે મોટા ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2025, 07:11 AM IST

ટેક જાયન્ટ એપલ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. જે પછી પછી, આઇફોન, આઈપેડ અને મેકની ઓપરેટિંગ સિસ્ટમનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ જશે અને એપલ યુઝર્સને નવી ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, એપલ તેના સોફ્ટવેરને સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યું છે. તે આઇફોન, આઈપેડ અને મેકની ઓપરેટિંગ સિસ્ટમ અને ઈન્ટરફેસમાં પણ મોટા ફેરફારો લાવશે.

આ વર્ષે ફેરફાર થઈ શકે છે.
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર સોફ્ટવેરમાં ફેરફાર આ વર્ષે થઈ શકે છે અને તે વિઝન પ્રોના સોફ્ટવેર પર આધારિત હોઈ શકે છે. આ સુધારામાં, કંપની આઈકોન્સ, મેનુ, એપ્લિકેશન્સ, વિન્ડોઝ અને સિસ્ટમ બટનો વગેરેને સ્ટાઇલ અપડેટ્સ આપી શકે છે. હકિકતમાં, કંપની તેના ડિવાઈસિસને નિયંત્રિત કરવા અને નેવિગેટ કરવા માટે સરળ બનાવવા માગે છે જેથી યુઝર્સને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. એપલ ઇચ્છે છે કે તેની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ સરખી દેખાય.

જૂનમાં ફેરફાર આવી શકે છે
નવી ઓપરેટિંગ સિસ્ટમ અને ઈન્ટરફેસની ઝલક જૂનમાં દેખાઈ શકે છે. હકીકતમાં, એવી અટકળો છે કે એપલ જૂનમાં વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં આની ઝલક રજૂ કરી શકે છે. આ ઇવેન્ટમાં કંપની તરફથી અન્ય કેટલીક જાહેરાતોની પણ અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now