Home Tech/Gadgets Apple M4 Macbook Air Lowest Price Amazon Deal India 2025

M4 MacBook Airની કિંમતમાં થયો સૌથી મોટો ઘટાડો : જાણો નવી કિંમત અને ઓફર

M4 MacBook Airની કિંમતમાં થયો સૌથી મોટો ઘટાડો
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 04:15 AM IST

જો તમે એપલનું નવું લેપટોપ લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વર્ષ 2025 માં પહેલીવાર એપલના લેટેસ્ટ M4 MacBook Air ની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. એમેઝોન પર આ પ્રીમિયમ લેપટોપ હવે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળી રહ્યું છે. જે ગ્રાહકો લાંબા સમયથી ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સુવર્ણ તક સમાન છે.

આ ઓફરની વિગતે વાત કરીએ તો, 13-ઈંચના MacBook Air (16GB રેમ અને 256GB સ્ટોરેજ) વેરિઅન્ટની મૂળ કિંમત 99,000 રૂપિયા હતી, જે હવે ઘટીને 90,900 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે સીધો 10,000 રૂપિયા જેટલો ફાયદો. આ ડિસ્કાઉન્ટ ખાસ કરીને 'સ્ટારલાઈટ' કલર વેરિઅન્ટ પર મળી રહ્યું છે. જો તમને સ્કાય બ્લૂ કે મિડનાઈટ કલર પસંદ હોય તો તેના માટે તમારે 92,000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે સિલ્વર કલરનું મોડેલ 94,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.

વધારે સ્ટોરેજની જરૂરિયાત ધરાવતા લોકો માટે પણ સારા સમાચાર છે. 16GB રેમ અને 512GB SSD વાળું મોડેલ હવે 1,19,900 રૂપિયાને બદલે 1,11,900 રૂપિયામાં મળી રહ્યું છે. વાત અહીં જ પૂરી નથી થતી. જો તમારી પાસે ICICI બેંક અથવા SBI નું ક્રેડિટ કાર્ડ છે, તો તમને વધારાનું 5,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. આમ, આ ડીલ વધુ ફાયદાકારક બની શકે છે.

ટેકનિકલ ફીચર્સની વાત કરીએ તો, આ નવું MacBook એપલની શક્તિશાળી M4 ચિપ સાથે આવે છે. જેમાં 10-કોર CPU અને 8-કોર GPU છે, જે જૂના મોડેલ્સ કરતા અનેકગણું ઝડપી પરફોર્મન્સ આપે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત કામો માટે તે શ્રેષ્ઠ છે. તેમાં 13-ઈંચની સુપર રેટિના ડિસ્પ્લે છે જે 500 નિટ્સ સુધીની બ્રાઈટનેસ આપે છે. કનેક્ટિવિટી માટે તેમાં બે USB-C પોર્ટ્સ, મેગસેફ ચાર્જિંગ અને 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે 1 લાખ રૂપિયાની અંદર આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now