logo-img
Apple Iphone Manufacturing Plans In Pakistan Tech News

ભારત બાદ હવે પાકિસ્તાનમાં iPhone બનાવવાની તૈયારીમાં Apple : કિંમતોમાં થઈ શકે છે મોટો ઘટાડો

ભારત બાદ હવે પાકિસ્તાનમાં iPhone બનાવવાની તૈયારીમાં Apple
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 05:00 PM IST

ભારતમાં સફળતાપૂર્વક પ્લાન્ટ સ્થાપ્યા બાદ હવે અમેરિકન ટેક જાયન્ટ Apple પાકિસ્તાન તરફ નજર દોડાવી રહ્યું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Apple પાકિસ્તાનમાં પોતાના iPhoneનું ઉત્પાદન શરૂ કરવાનું વિચારી રહ્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફ્રેમવર્ક હેઠળ પ્રોત્સાહન આપવાની ખાતરી આપ્યા બાદ કંપનીએ આ દિશામાં રસ દાખવ્યો છે. આટલું જ નહીં આ નવા ફ્રેમવર્ક અંતર્ગત Apple પાકિસ્તાનમાં iPhonesને રિફર્બિશ કરીને ફરીથી એક્સપોર્ટ કરવા માટે પણ સહમત થયું છે.

પાકિસ્તાનમાં બનશે iPhones

Tribuneના રિપોર્ટ મુજબ પાકિસ્તાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ઈન્સેન્ટિવ પ્લાન બાદ Apple અહીં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. સરકારને અપેક્ષા છે કે રિફર્બિશ્ડ iPhonesના રી-એક્સપોર્ટ દ્વારા પ્રથમ વર્ષમાં જ 100 મિલિયન ડોલરની કમાણી થઈ શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાન પોતાના આર્થિક માળખાને મજબૂત કરવાની આશા રાખી રહ્યું છે.

8 ટકા પરફોર્મન્સ ઈન્સેન્ટિવની માંગ

Apple મેનેજમેન્ટે પાકિસ્તાન સરકાર પાસે રાહત દરે જમીન, 8% પરફોર્મન્સ ઈન્સેન્ટિવ અને બે થી ત્રણ વર્ષ જૂના iPhones રિપેર કરવાની પરવાનગી માંગી છે. એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ બોર્ડ (EDB)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હમાદ અલી મન્સૂરના જણાવ્યા અનુસાર આ ત્રણેય શરતોને નવા મેન્યુફેક્ચરિંગ ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવી છે જેને ટૂંક સમયમાં વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા મંજૂરી આપવામાં આવશે. ગ્લોબલ મેન્યુફેક્ચરર્સને આકર્ષવા માટે સરકાર ઈન્સેન્ટિવ 6%થી વધારીને 8% કરવા જઈ રહી છે.

ભારત જેવો જ બિઝનેસ મોડલ અપનાવશે

Apple દ્વારા ઈન્ડોનેશિયા, મલેશિયા અને ખાસ કરીને ભારતની જેમ જ પાકિસ્તાનમાં એન્ટ્રી લેવાની યોજના છે. શરૂઆતમાં જૂના iPhonesનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે જેથી સ્થાનિક મેનપાવરને યોગ્ય ટ્રેનિંગ આપી શકાય અને ત્યારબાદ ફુલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવશે. આ વ્યૂહરચના દ્વારા કંપની એશિયાના માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે.

શું પાકિસ્તાનમાં iPhone સસ્તા થશે?

જો આ ડીલ ફાઈનલ થશે તો પાકિસ્તાનમાં iPhoneની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં પાકિસ્તાનમાં iPhone પર ભારે ઈમ્પોર્ટ ડ્યુટી લાગે છે જેના કારણે ત્યાં કિંમતો ખૂબ જ ઊંચી હોય છે. જો સ્થાનિક સ્તરે અસેમ્બલિંગ શરૂ થશે તો આ ટેક્સમાં રાહત મળશે અને સામાન્ય જનતા માટે આઈફોન ખરીદવો સરળ બનશે. જોકે આ સમગ્ર પ્રક્રિયા અમલમાં આવતા હજુ થોડો સમય લાગી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now