Home Tech/Gadgets Apple Iphone Air Huge Discount Amazon Sale Samsung Galaxy S23 Ultra Price Cut

Appleનો સૌથી સ્લિમ આઈફોન થયો સસ્તો : iPhone Airની ખરીદી પર મળી રહ્યું છે 30000થી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફરની વિગતો

Appleનો સૌથી સ્લિમ આઈફોન થયો સસ્તો
Published by: OBS Bureau
| Last Updated: Mar 14, 2026, 05:30 PM IST

જો તમે નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારે સોનેરી તક છે. Apple દ્વારા લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન iPhone Air અત્યારે તેની લોન્ચિંગ પ્રાઈસ કરતા ખૂબ જ ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon પર આ શાનદાર ડિવાઈસ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે જેના કારણે ગ્રાહકોને મોટી બચત કરવાનો મોકો મળી રહ્યો છે.

iPhone Air પર મળી રહેલી ઓફર્સ અને કિંમત

અત્યારે Amazon પર iPhone Airના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અંદાજે 93,499 રૂપિયા લિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્લેટફોર્મ પર 4,000 રૂપિયાનું સ્પેશિયલ કૂપન ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જો ગ્રાહકો ખરીદી કરતી વખતે HDFC Bankના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તો તેમને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે જેની મર્યાદા 1,000 રૂપિયા સુધીની છે. આ તમામ ઓફર્સ લાગુ કર્યા બાદ આ ફોનની અસરકારક કિંમત અંદાજે 88,499 રૂપિયાની આસપાસ રહે છે. ઉલ્લેખનીય છે કે આ ફોન જ્યારે લોન્ચ થયો ત્યારે તેની કિંમત 1,19,900 રૂપિયા હતી એટલે કે અત્યારે તે 31,000 રૂપિયા કરતા પણ વધુ સસ્તો મળી રહ્યો છે.

iPhone Airના દમદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

ડિઝાઇનના મામલે આ સ્માર્ટફોન ખૂબ જ આકર્ષક છે જેમાં 6.5 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 2736×1260 પિક્સેલનું રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે જેનાથી યુઝર એક્સપિરિયન્સ ખૂબ જ સ્મૂધ રહે છે. આઉટડોર વિઝિબિલિટી માટે તેમાં 3000 નિટ્સની પીક બ્રાઈટનેસ છે. પરફોર્મન્સ માટે Appleએ તેમાં લેટેસ્ટ A19 Pro પ્રોસેસર આપ્યું છે જે મલ્ટીટાસ્કિંગ માટે બેસ્ટ છે. આ સ્માર્ટફોન iOS 26 પર કાર્ય કરે છે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં 48 મેગાપિક્સેલનો પ્રાઈમરી કેમેરો અને સેલ્ફી માટે 18 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.

Samsung Galaxy S23 Ultraની કિંમતમાં પણ થયો મોટો ઘટાડો

બીજી તરફ Samsungના ચાહકો માટે પણ સારા સમાચાર છે. Flipkart પર Samsung Galaxy S23 Ultraની કિંમતમાં અધધ ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 1,24,999 રૂપિયામાં લોન્ચ થયેલો આ ફ્લેગશિપ ફોન હવે માત્ર 77,000 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. આમ લોન્ચિંગ પ્રાઈસની સરખામણીએ આ ફોન પર 48,000 રૂપિયા સુધીની માતબર બચત થઈ રહી છે. જે ગ્રાહકો પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર કેમેરા ક્વોલિટી શોધી રહ્યા છે તેમના માટે આ આકર્ષક ડીલ સાબિત થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ઇલોન મસ્કનું મોટું નિવેદન: બાળકો અને નબળા માનસિક સ્વાસ્થ્ય ધરાવતા લોકો માટે ChatGPT જોખમી હોવાનો દાવો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ઇલોન મસ્કનું મોટું નિવેદન

એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી રહી છે!: આ સિસ્ટમ તમારા ફોનને બનાવશે સુપર-ફાસ્ટ!

એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી રહી છે!

Instagram પર ખતમ થશે પ્રાઇવસી?: Meta વાંચી શકશે તમારી પર્સનલ ચેટ! કંપનીએ કરી નિયમોમાં ફેરફારની જાહેરાત

Instagram પર ખતમ થશે પ્રાઇવસી?

iQOO, Oppo અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ?: જાણો ક્યાં ફોનમાં છે સૌથી મોટી બેટરી અને દમદાર કેમેરો

iQOO, Oppo અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ?

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત!: 50mp નો કેમેરો અને દમદાર પ્રોસેસર, જાણો ઓફર અને ફીચર્સ

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત!

LPGની અછત વચ્ચે ઇન્ડક્શન ચૂલાની માંગ વધી: જાણો કેવી રીતે સાધારણ વાસણો પણ તેના પર કામ કરશે

LPGની અછત વચ્ચે ઇન્ડક્શન ચૂલાની માંગ વધી

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ?: સબ્સ્ક્રિપ્શન માટેના બંને પેઇડ પ્લાન્સ વિશેની સંપૂર્ણ માહિતી જાણો

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ?

Lava Bold 2 5G ભારતમાં થયો લોન્ચ!: 5000mAh બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે જાણો કિંમત અને ફીચર્સ

Lava Bold 2 5G ભારતમાં થયો લોન્ચ!

હવે ઇન્ટરનેટ પણ થશે મોંઘું!: પ્રતિ GB ડેટા પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે સરકાર, જાણો કેટલો લાગશે ચાર્જ?

હવે ઇન્ટરનેટ પણ થશે મોંઘું!

LPG Gas Cylinder Fraud; ગેસ સિલિન્ડરની અછત વચ્ચે નવું કૌભાંડ: WhatsApp અને SMS પર નકલી લિંક મોકલી આ રીતે કરાય છે છેતરપિંડી

LPG Gas Cylinder Fraud; ગેસ સિલિન્ડરની અછત વચ્ચે નવું કૌભાંડ

AC રિપેરિંગથી લઈને પેઇન્ટિંગ સુધીની સેવા હવે એક ક્લિકમાં!: આ સરકારી એપ્લિકેશન ઘરે બેઠા આપશે બધી સુવિધા

AC રિપેરિંગથી લઈને પેઇન્ટિંગ સુધીની સેવા હવે એક ક્લિકમાં!

UPI યુઝર્સ પર ‘Digital Lutera’ માલવેરનો ખતરો: ફોન અડ્યા વગર જ ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ

UPI યુઝર્સ પર ‘Digital Lutera’ માલવેરનો ખતરો

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો: કિંમતોમાં 10 કે 20 નહીં પણ સીધો 35 ટકાનો તોતિંગ વધારો થવાની આશંકા

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો

32mp ના ફ્રન્ટ કેમેરા સાથે iQOO Z11x 5G ભારતમાં થયો લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને બેટરી વિશેની માહિતી

32mp ના ફ્રન્ટ કેમેરા સાથે iQOO Z11x 5G ભારતમાં થયો લોન્ચ!

માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું Moltbook: મેટાનો મોટો દાવ, હવે AI બોટ્સ કરશે વાત!

માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું Moltbook

₹30,000 સુધીના બજેટમાં Vivo, Moto અને OnePlus ના ફોન માંથી ક્યો બેસ્ટ?: જાણો કયા સ્માર્ટફોનમાં મળશે સૌથી વધુ ફીચર્સ અને દમદાર કેમેરા

₹30,000 સુધીના બજેટમાં Vivo, Moto અને OnePlus ના ફોન માંથી ક્યો બેસ્ટ?

નવું લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો!: કિંમતમાં 10, 20 કે 30 નહીં પણ આટલા ટકા કિંમત વધશે

નવું લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો!

ઇન્ટરનેટનું 'પાતાળ લોક': જાણો સમુદ્રના તળિયે બિછાવેલા વાયર કેવી રીતે જોડે છે આખી દુનિયાને

ઇન્ટરનેટનું 'પાતાળ લોક'

Elon Muskનો Grok ચેટબોટ વિવાદોના વમળમાં: અપમાનજનક અને અશ્લીલ જવાબોથી યુઝર્સમાં ભારે રોષ

Elon Muskનો Grok ચેટબોટ વિવાદોના વમળમાં