Home Tech/Gadgets Apple Iphone 200mp Camera Future Launch Leaks Samsung Sensor

DSLR પણ પાછળ રહી જશે, Apple કરી રહ્યું છે મોટું આયોજન : હવે iPhoneમાં જોવા મળશે 200MPનો પાવરફુલ કેમેરા

DSLR પણ પાછળ રહી જશે, Apple કરી રહ્યું છે મોટું આયોજન
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 05:15 PM IST

કેમેરા ક્વોલિટીની બાબતમાં iPhoneનો કોઈ વિકલ્પ નથી અને હવે Apple આ સ્તરને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે સજ્જ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, Apple પોતાના સ્માર્ટફોનના કેમેરા રિઝોલ્યુશનમાં ધરખમ વધારો કરવા પર વિચાર કરી રહ્યું છે. આગામી થોડા વર્ષોમાં યુઝર્સને iPhoneમાં 200MPનો અત્યાધુનિક કેમેરા જોવા મળી શકે છે. જોકે, સ્માર્ટફોન માર્કેટમાં 200MPનો કેમેરા કોઈ નવી વાત નથી કારણ કે SAMSUNG સહિતની કંપનીઓ આ ફીચર સાથેના ફોન અગાઉ લોન્ચ કરી ચૂકી છે, પરંતુ Apple આ ટેકનોલોજીને કેવી રીતે રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.

ક્યારે લોન્ચ થશે 200MP કેમેરાવાળો iPhone?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, વર્ષ 2028માં આવનારા iPhone મોડલ્સમાં 200MPનો કેમેરા આપવામાં આવી શકે છે. હાલમાં Apple પોતાના તમામ લેટેસ્ટ iPhoneમાં 48MP લેન્સનો સ્ટાન્ડર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. માત્ર મેગાપિક્સલ વધારવાને બદલે Apple હંમેશા પિક્સલ બિનિંગ અને કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી પર વધુ ધ્યાન આપે છે, જેથી લો-લાઈટ પરફોર્મન્સ અને ઝૂમિંગ ડિટેલ્સમાં સુધારો કરી શકાય. ભલે અન્ય કંપનીઓ વધુ મેગાપિક્સલના કેમેરા આપતી હોય, પરંતુ ઈમેજ પ્રોસેસિંગની બાબતમાં iPhone હંમેશા અવ્વલ રહ્યો છે.

SAMSUNG પાસેથી સેન્સર લેશે Apple

SAMSUNG અને Apple વચ્ચે લાંબા સમયથી પાર્ટ્સના સપ્લાય માટે ભાગીદારી ચાલી રહી છે. એવી પ્રબળ શક્યતા છે કે iPhoneના આ નવા 200MP કેમેરા સિસ્ટમ માટે SAMSUNG જ સેન્સર સપ્લાય કરશે. ગત વર્ષે પણ એવા અહેવાલ આવ્યા હતા કે Apple 200MP કેમેરાનું ટ્રાયલ કરી રહ્યું છે, પરંતુ ત્યારે લોન્ચિંગના સમય વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. વર્ષ 2028 સુધીમાં Apple કેમેરાના નેક્સ્ટ લેવલ પર પહોંચવાની તૈયારીમાં છે, જેનાથી યુઝર્સને સુપર ફાસ્ટ રીડઆઉટ સ્પીડ અને શ્રેષ્ઠ ઈમેજ પ્રોસેસિંગનો અનુભવ મળશે.

2027માં iPhoneના સફરને 20 વર્ષ પૂર્ણ થશે

વર્ષ 2027માં Apple માટે એક ઐતિહાસિક ક્ષણ હશે કારણ કે iPhoneના લોન્ચિંગને 20 વર્ષ પૂરા થશે. આ ખાસ પ્રસંગે કંપની iPhone 20 સિરીઝ રજૂ કરી શકે છે. એવી ચર્ચાઓ છે કે iPhone 18 સિરીઝ લોન્ચ થયા બાદ કંપની iPhone 19 નામ સ્કીપ કરીને સીધી iPhone 20 સિરીઝ લોન્ચ કરશે. આ 20મી એનિવર્સરી પર Apple તરફથી પ્રથમ 'ફુલ સ્ક્રીન' iPhone પણ જોવા મળી શકે છે, જે સ્માર્ટફોન ડિઝાઇનની દુનિયામાં મોટી ક્રાંતિ લાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now