iPhone 18 Pro : એપલ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાની નવી આઈફોન સિરીઝ લોન્ચ કરે છે. જોકે આ વર્ષના લોન્ચિંગને હજી સમય છે, પરંતુ ટેક જગતમાં અત્યારથી જ iPhone 18 Pro અને iPhone 18 Pro Max ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લીક્સ મુજબ, આગામી આઈફોનમાં ડિઝાઈનથી લઈને પ્રોસેસર સુધી ઘણા મોટા બદલાવ જોવા મળી શકે છે. જાણો આ નવા ડિવાઈસમાં શું ખાસ હશે.
કિંમત અને લોન્ચિંગ
iPhone 18 સીરીઝ સપ્ટેમ્બર 2026 માં લોન્ચ થઈ શકે છે. માનવામાં આવે છે કે, એપલ તેની કિંમતોમાં બહુ મોટો વધારો નહીં કરે. ગત વર્ષના iPhone 17 Pro ની કિંમત ₹1,34,900 અને Pro Max ની કિંમત ₹1,49,900 ની આસપાસ હતી, તેથી નવા મોડલ્સ પણ આ જ પ્રાઇસ રેન્જમાં જોવા મળી શકે છે.
ડિસ્પ્લે અને લૂક
નવા લીક્સ મુજબ, iPhone 18 Pro માં 6.3-ઇંચ અને Pro Max માં 6.9-ઇંચની ડિસ્પ્લે હશે. સૌથી મોટો ફેરફાર 'ડાયનેમિક આઈલેન્ડ' માં થઈ શકે છે, જે કદાચ નાનું થઈ જાય અથવા નહીં હોય. એપલ અન્ડર-ડિસ્પ્લે ફેસ આઈડી પર કામ કરી રહ્યું છે, જેના કારણે સ્ક્રીન પર સેલ્ફી કેમેરાનો કટઆઉટ ઘણો નાનો દેખાશે.
કેમેરામાં મોટો સુધારો
ફોટોગ્રાફીના શોખીનો માટે iPhone 18 Pro ખાસ હશે. તેમાં વેરિયેબલ અપર્ચર સિસ્ટમ આવી શકે છે, જે લેન્સને પ્રકાશ મુજબ એડજસ્ટ કરશે. આનાથી ઓછા પ્રકાશમાં પણ પ્રોફેશનલ ફોટા પાડી શકાશે. સાથે જ સેમસંગના નવા સેન્સરનો ઉપયોગ થવાની પણ શક્યતા છે, જે ફોટામાં નોઈઝ ઘટાડીને ક્લેરિટી વધારશે.
પાવરફુલ પ્રોસેસર
iPhone 18 સીરીઝમાં એપલનું લેટેસ્ટ A20 Pro પ્રોસેસર જોવા મળશે. આ ચિપ 2nm ટેકનોલોજી પર આધારિત હશે, જે ફોનને સુપર ફાસ્ટ બનાવશે અને બેટરીનો વપરાશ ઘટાડશે. આ નવી ટેકનોલોજીથી ફોન ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ દરમિયાન ગરમ પણ ઓછો થશે.
દમદાર બેટરી
વધુ સારી બેટરી લાઈફ માટે Apple આ વખતે Pro Max મોડલમાં 5,100mAh ની મોટી બેટરી આપી શકે છે. મોટી બેટરી અને નવા કુલિંગ ફીચર્સને કારણે ફોનનું વજન થોડું વધી શકે છે, પરંતુ યુઝર્સને લાંબો બેકઅપ મળશે.




















