Home Tech/Gadgets Apple Ceo Tim Cook Not Resigning Soon

Appleના CEO પદ પર ટિમ કૂક રહેશે યથાવત : જલ્દી નહીં છોડે પદ

Appleના CEO પદ પર ટિમ કૂક રહેશે યથાવત
Published by: OBS Bureau
Last Updated: Nov 24, 2025, 04:22 PM IST

એપલના સીઈઓ ટિમ કૂક ટૂંક સમયમાં પદ છોડવાના નથી. તાજેતરના અહેવાલોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૂક આવતા વર્ષે સીઈઓ પદેથી રાજીનામું આપશે તેવા કોઈ ચોક્કસ સંકેતો નથી. અગાઉના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કૂક 2025માં પદ છોડવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ હવે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા હોવાનું સામે આવ્યું છે.

જોન ટર્નસ બની શકે છે આગામી સીઈઓ

અહેવાલો અનુસાર, જો ટિમ કૂક ભવિષ્યમાં પદ છોડે તો હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોન ટર્નસ મુખ્ય દાવેદાર બની શકે છે. Turns છેલ્લા 24 વર્ષથી Apple સાથે જોડાયેલા છે અને iPhone, iPad, MacBook અને Apple Silicon જેવા અનેક મોટા પ્રોજેક્ટ્સ પર તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટિમ કૂક કેટલા સમય સુધી સીઈઓ રહેશે?

ટિમ કૂક, જે આ મહિને 65 વર્ષના થયા, 2011માં સ્ટીવ જોબ્સ બાદ એપલના સીઈઓ બન્યા હતા. અગાઉની અટકળોમાં કહેવામાં આવ્યું હતું કે કંપની જાન્યુઆરીમાં નવા સીઈઓની જાહેરાત કરશે, પરંતુ જાણીતા Apple વિશ્લેષક માર્ક ગુરમેનના અનુસાર, કૂક જુલાઈ 2025 સુધી પદ છોડશે તેની કોઈ શક્યતા નથી.

ગુરમેનના અનુસાર, “કૂક હાલ સીઈઓ પદ છોડવાની કોઇ યોજના ધરાવતા નથી. જો તેઓ ભવિષ્યમાં પદ છોડે તો પણ તેઓ કંપનીના ચેરમેન તરીકે યથાવત રહી શકે છે.”

કૂકનો સફળ કાર્યકાળ

ટિમ કૂકના નેતૃત્વમાં એપલનું માર્કેટ મૂલ્ય $350 બિલિયનથી વધી ને $4 ટ્રિલિયન સુધી પહોંચ્યું છે. કૂકના કાર્યકાળ દરમિયાન Apple એ નવી ઊંચાઈઓને સ્પર્શી છે અને કંપનીના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને તેમને પદ છોડવા માટે કોઈ દબાણ નથી.

જોન ટર્નસ – શ્રેષ્ઠ દાવેદાર

જોન ટર્નસ હાલમાં 50 વર્ષના છે, જે તેમને લાંબા ગાળે Appleનું નેતૃત્વ સંભાળવા માટે યોગ્ય વયગઠ બનાવે છે. અન્ય વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ અથવા તો ખૂબ યુવા છે કે નિવૃત્તિની વય નજીક છે. તેથી અહેવાલોમાં Turnsનું નામ સૌથી મજબૂત અનુગામી તરીકે આગળ આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now