અમદાવાદના દાણી લીમડામાં અસામાજિક તત્વો આતંક, શખ્સે વેપારીને ઝીંક્યા છરીના ઘા
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના દાણીલીમડામાં વેપારી પર છરીના ઘા મારી હુમલો કરવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દાણીલીમડામાં હાથમાં મોબાઇલ લઇને ગાડી નહિ ચલાવવાનું કહીને શખ્સે વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વેપારી ટુ-વ્હીલર લઇને જતા હતા. ત્યારે રસ્તામાં શખ્સ તેમની સામે ટુ-વ્હીલર લઇ આવીને ઉભુ રાખીને ઝઘડો કર્યો હતો. આ અંગે વેપારીએ શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર દાણીલીમડામાં રહેતા સલીમ શેખ ત્રણ દરવાજા ખાતે કપડાનો પથારો નાખીને ધંધો કરે છે. ગત 6 જૂને રાત્રીના સમયે તેઓ પોતાનું ટુ-વ્હીલર લઇને બહાર નીકળ્યા હતા. ત્યારે રહેમતી મહોલ્લા પાસે પહોચ્યા તે સમયે મોહંમદ સોયબ શેખ તે સલીમની સામે ટુ-વ્હીલર લઇ જઇને ઉભુ રાખ્યુ હતુ. બાદમાં અચાનક ઉશ્કેરાઇને સોયબે સલીમને બિભત્સ ગાળો બોલીને મહોલ્લામાં મોબાઇલ હાથમાં રાખીને ગાડી નહિ ચલાવવી કહીને માર મારવા લાગ્યો હતો. બાદમાં સોયબે છરી કાઢીને સલીમને આંખના ભાગે ઘા મારતા તે લોહીલુહાણ થઇને નીચે પડ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા સોયબ ત્યાંથી નાસી ગયો હતો.
જોકે, ઇજાગ્રસ્ત સલીમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સલીમે સોયબ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






