Home Tech/Gadgets Android Developer Options Settings For Fast Performance

Android ફોનમાં અત્યારે જ બદલો આ સેટિંગ : સ્માર્ટફોન ચાલશે માખણ જેવો સ્મૂધ, જાણો સિક્રેટ ટ્રિક્સ

Android ફોનમાં અત્યારે જ બદલો આ સેટિંગ
Published by: OBS Bureau
| Last Updated: Feb 05, 2026, 06:00 PM IST

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તેમાં Developer Options નામનું એક ખાસ સેક્શન જોવા મળે છે. નામ પરથી એવું લાગે કે તે માત્ર ડેવલપર માટે છે, પરંતુ આમાં રહેલા કેટલાક સેટિંગ્સ સામાન્ય યૂઝર્સ માટે પણ વરદાન સમાન છે. જો તમે આ સેટિંગ્સને યોગ્ય રીતે એડજસ્ટ કરી લો, તો તમારો જૂનો કે સ્લો ચાલતો ફોન પણ એકદમ ફાસ્ટ પર્ફોર્મન્સ આપવા લાગશે.

Background Activities ને કરો લિમિટ

એન્ડ્રોઇડમાં મલ્ટિટાસ્કિંગથી કામ સરળ તો બને છે, પરંતુ તે પ્રોસેસર અને બેટરી પર ભારે દબાણ લાવે છે. તેનાથી બચવા માટે Developer Mode માં જઈને Background Process Limit ને 2 અથવા તમારી જરૂરિયાત મુજબ સેટ કરો. આનાથી એક સમયે વધુ એપ્સ ઓપન નહીં રહે અને ફોન સ્મૂધલી કામ કરશે.

Logger Buffer Size માં કરો ફેરફાર

સ્માર્ટફોન દરેક એક્ટિવિટીને રેકોર્ડ કરે છે, જે સામાન્ય યૂઝર્સ માટે ખાસ કામનું નથી. એન્ડ્રોઇડમાં ડિફોલ્ટ રીતે બફર સાઈઝ મોટી હોય છે, જે ફોનની મેમરી અને CPU નો વધુ ઉપયોગ કરે છે. તેને ઓછી કરવા માટે Logger Buffer Size ને 64K અથવા 256K પર સેટ કરી દો. જરૂર જણાય તો તમે તેને સંપૂર્ણપણે બંધ પણ કરી શકો છો.

Force Peak Refresh Rate કરો ઇનેબલ

જો તમને બેટરી ઉતરવાની ચિંતા ન હોય, તો આ સેટિંગ ફોન વાપરવાનો અનુભવ બદલી નાખશે. સ્માર્ટફોનમાં હાઈ રિફ્રેશ રેટ હોવા છતાં એન્ડ્રોઇડ બેટરી બચાવવા તેને ઘટાડી દે છે. તેવામાં Force Peak Refresh Rate ઓપ્શનને ઇનેબલ કરવાથી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ અને ગેમિંગનો અનુભવ અત્યંત સ્મૂધ અને મજેદાર બની જશે.

Animation Scale ને કરો ચેન્જ

એપ્લિકેશન બદલતી વખતે કે મેનૂ ઓપન કરતી વખતે દેખાતા એનિમેશન હાઈ-એન્ડ ફોનમાં સારા લાગે છે, પરંતુ મિડ-રેન્જ ફોનને તે સ્લો બનાવે છે. Developer Options માં જઈને Window Animation Scale ને ઓછું અથવા સંપૂર્ણ બંધ કરી શકાય છે. આ નાના ફેરફારથી ફોનની પરફોર્મન્સમાં મોટો ઉછાળો જોવા મળે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી: Googleનું આ ખાસ ટૂલ સેકન્ડોમાં ખોલશે જૂઠાણાની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ: શું હજુ પણ મળી રહી છે આ સુવિધા? ક્યાં ખોવાઈ ગયા આ રિચાર્જ?

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?: જાણો કયો આઈફોનમાં છે દમદાર ફીચર્સ

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કયો ફોન આપશે દમદાર બેટરી અને શાનદાર કેમેરા

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!: આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!