Android 17 : ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવા ફેરફારો થતા રહે છે. હાલમાં ગૂગલે તેના પિક્સેલ સ્માર્ટફોન્સ માટે Android 17 નું પહેલું બીટા વર્ઝન રિલીઝ કરી દીધું છે. આ સમાચાર આવતાની સાથે જ Xiaomi યુઝર્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે, Xiaomi નું આગામી ઇન્ટરફેસ HyperOS 4.0 આ નવા એન્ડ્રોઇડ 17 પર બેસ્ડ આધારિત હશે, જે તમારા ફોનનો આખો લુક અને પરફોર્મન્સ બદલી નાખશે.
નવા અપડેટની આતુરતા
હાલમાં Xiaomi કંપની તેના વર્તમાન HyperOS 3.1 ના રોલઆઉટમાં વ્યસ્ત છે, પરંતુ લોકોની નજર હવે આગામી મોટી અપડેટ HyperOS 4.0 પર છે. એવું માનવામાં આવે છે કે, આ નવા વર્ઝનમાં ઘણા આધુનિક ફીચર્સ અને મોટા ફેરફારો જોવા મળશે જે યુઝર એક્સપિરિયન્સમાં વધુ વધારો કરશે.
ક્યારે આવશે નવું અપડેટ?
રિપોર્ટ્સ મુજબ, HyperOS 4.0 ના અપડેટની શરૂઆત વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) થી થઈ શકે છે. સૌથી પહેલા કંપની તેના પ્રીમિયમ અને ફ્લેગશિપ મોડલ્સને આ અપડેટ આપશે અને ત્યારબાદ અન્ય ફોન્સનો વારો આવશે. જોકે, કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
Xiaomi ના પ્રીમિયમ ફોન્સ
Xiaomi ના હાઇ-એન્ડ સ્માર્ટફોન્સને આ અપડેટ સૌથી પહેલા મળશે. જેમાં નવી Xiaomi 17 સિરીઝ (Ultra, Pro, Pro Max) ઉપરાંત Xiaomi 15 અને 14 સિરીઝના મોડલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય 13 સિરીઝના અમુક ફોન અને ફોલ્ડેબલ ડિવાઇસ જેવા કે Mix Fold અને Flip ને પણ આ અપડેટ મળશે. ટેબ્લેટમાં Pad 6S Pro અને Pad 7/8 સિરીઝને પણ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
Redmi ના લોકપ્રિય મોડલ્સ
Redmi બ્રાન્ડ હેઠળના પાવરફુલ ફોન્સને પણ HyperOS 4.0 નો લાભ મળશે. જેમાં K સીરીઝના નવા ફોન, Turbo લાઇનઅપ અને સૌથી વધુ વેચાતી Note 14 અને Note 15 સિરીઝનો સમાવેશ થાય છે. બજેટ યુઝર્સ માટે Redmi 15 સિરીઝ અને અમુક Redmi Pad મોડલ્સમાં પણ Android 17 મળી શકે છે.
POCO યુઝર્સ માટે અપડેટ
POCO સ્માર્ટફોન વાપરતા મિત્રો માટે પણ સારા સમાચાર છે. POCO F સિરીઝ, X સિરીઝ અને M સિરીઝ ના નવા મોડલ્સને Android 17 પર બેસ્ડ નવું ઇન્ટરફેસ મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત POCO ના ટેબ્લેટ્સ અને અમુક C સિરીઝના ફોનને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
અપડેટ મેળવવાની પ્રક્રિયા
સામાન્ય રીતે કંપની પહેલા મોંઘા અને ફ્લેગશિપ ફોનમાં સોફ્ટવેર અપડેટ મોકલે છે, અને ત્યારબાદ મિડ-રેન્જ અને બજેટ ફોનનો નંબર આવે છે. જો તમારો ફોન હાલમાં જ લોન્ચ થયો હોય, તો તમારા ફોનમાં HyperOS 4.0 આવવાની શક્યતા ખૂબ વધારે છે.



















