Home Gujarat Vadodara Anand District Panchayat Bjp Congress Aap Political Equation

ગુજરાત પંચાયત ચૂંટણીમાં સત્તા માટે રમાયો અનોખો ખેલ : AAPને રોકવા ભાજપ-કોંગ્રેસ પણ થયા એક

Gujarat Panchayat Election 2026
Published by: Viral Patel
Last Updated: May 25, 2026, 11:25 AM IST

Gujarat Panchayat Election 2026: ગુજરાતના રાજકારણમાં સત્તાની ખુરશી મેળવવા માટે એવા અનોખા સમીકરણો રચાયા છે, જેને જોઈને મોટા-મોટા રાજકીય વિશ્લેષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવનાર ભાજપ માટે રોટેશન અને અનામતના ગણિતે એવું જાળ બિછાવ્યું કે, સત્તા બચાવવા માટે તેણે ક્યાંક પોતાના કટ્ટર વિરોધી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડ્યું, તો ક્યાંક આમ આદમી પાર્ટી (AAP)ની મદદ પણ લેવી પડી. જાણો ગુજરાતની પંચાયતોમાં ખેલાયેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની રસપ્રદ ઇનસાઈડ સ્ટોરી...

ભાજપના રાજકીય રણનીતિકારોએ ચૂંટણી પહેલા આ સમસ્યાના ઉકેલ માટે ઘણી જગ્યાએ રસ્તાઓ શોધ્યા હતા. ઘણી જગ્યાએ સામાન્ય સીટ પર પણ SC ઉમેદવારને ઉભા રાખી તેમને જીતાડ્યા હતા. જોકે, કેટલીક પંચાયતોમાં ભાજપનું આ મેનેજમેન્ટ ખોટું સાબિત થયું. આટલી મોટી તૈયારીઓ છતાં પંચાયતો પર કબજો જમાવવા માટે ભાજપના નેતાઓ ગઠબંધન કરવામાં પણ પાછી પાની કરી રહ્યા નથી.

વડોદરામાં MGVCL કોર્પોરેટ કચેરીએ કાળી પટ્ટી બાંધી કર્મીઓનો વિરોધ : પડતર પ્રશ્નોના નિરાકરણની કરી માંગ, જાણો કયા છે પ્રશ્નો

દાહોદ: એક પંચાયતમાં 'આપ'નો પ્રમુખ તો ભાજપનો ઉપપ્રમુખ

ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા અંતે પૂર્ણ થઈ છે. બંને પદો માટે ભાજપ અને 'આપ' (AAP)ને 12-12 સરખા મત મળતા રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. ટાઈ થવાને કારણે ચિઠ્ઠી (લોટરી) દ્વારા વિજેતાનો નિર્ણય લેવાયો હતો. પ્રમુખ પદ માટે 'આપ'ના સોનલબેન ભુરિયાના નામની ચિઠ્ઠી નીકળતા તેમને પ્રમુખ જાહેર કરાયા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના નયનભાઈ બારિયા વિજેતા જાહેર થયા. આ રીતે સત્તાનું એક અનોખું સમીકરણ રચાયું છે.

લાઠીમાં 'આપ' ઉમેદવારને ભાજપનું સમર્થન

લાઠી તાલુકા પંચાયતમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ કર્યો છે. કોળી સમાજમાંથી આવતા અને 'આપ'ની ટિકિટ પર જીતેલા સભ્યને ભાજપે પ્રમુખ પદ સોંપ્યું છે. ચર્ચા છે કે હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. અહીં ભાજપને બહુમતી મળી હોવા છતાં, તેમનો એક પણ OBC ઉમેદવાર ન જીતતા, ભાજપે 'આપ'ના સભ્યને સમર્થન આપી કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું હતું.

જામનગર બાદ વધુ એક જિલ્લામાં પેટ્રોલની 'સદી'! : ડીઝલના ભાવ પણ ભડકે બળ્યા, જનતામાં મિશ્ર પ્રતિસાદ

અરાવલી (મેઘરાજ): કોંગ્રેસનો ખેલ બગડ્યો

મેઘરાજ તાલુકા પંચાયતમાં પણ સત્તાના સમીકરણ બદલાયા છે. કોંગ્રેસ પાસે વધુ બેઠકો હોવા છતાં ભાજપે સત્તા મેળવી લીધી છે. કોંગ્રેસના બે સભ્યોએ ભાજપને સમર્થન આપતા ભાજપ સત્તા પર આવી ગયું. ભરત ખાંટ (કોંગ્રેસના સભ્ય) ભાજપના સમર્થનથી પ્રમુખ બન્યા, જ્યારે અરવિંદ ખરાડી ઉપપ્રમુખ બન્યા.

ગીર સોમનાથ (કોડીનાર): કેબિનેટ મંત્રીના ગઢમાં કોંગ્રેસનું શાસન

કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવાર અસ્મિતા જાધવે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. મંત્રી પ્રદ્યુમન વાજા અને દીનું સોલંકીના ગઢમાં હવે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે. પ્રમુખ પદ પર અનુપાબેન સોલંકી અને ઉપપ્રમુખ પદ પર હર્ષાબેન ગાધેની નિયુક્તિ થઈ છે.

સુરતમાં રખડતા શ્વાનનો આતંક, માસૂમ બાળક પર કર્યો હુમલો : મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલો

ભરૂચ (નેત્રંગ): 'આપ'ને રોકવા ભાજપ-કોંગ્રેસની 'દોસ્તી'

નેત્રંગમાં ઉલટી ગંગા વહી છે. 'આપ'ને સત્તાથી દૂર રાખવા માટે ભાજપ અને કોંગ્રેસ એક સાથે આવી ગયા છે. પ્રમુખ પદ પર ભાજપના મગન વસાવા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના નયના પ્રજાપતિ બિરાજમાન થયા છે.

દાંતા અને વડગામમાં ભાજપનો દાવ

બનાસકાંઠાની વડગામ અને દાંતા પંચાયતમાં કોંગ્રેસની આંતરિક ફૂટ અને અપક્ષના ટેકાથી ભાજપે સત્તા હાંસલ કરી છે. વડગામમાં કોંગ્રેસના સભ્ય ગેરહાજર રહેતા ભાજપને બાજી મળી ગઈ, જ્યારે દાંતામાં વર્ષો જૂનું કોંગ્રેસનું શાસન ભાજપે અંત કર્યું છે.

આણંદમાં ભાજપનું પલટવાર

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર મયૂરી પટેલનું ફોર્મ રદ થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ઉમેદવારી પત્ર માન્ય રાખતા ભાજપના મયૂરીબેન પટેલ પ્રમુખ બન્યા અને જીલુભા સિંધા ઉપપ્રમુખ તરીકે નિર્વિરોધ ચૂંટાયા.

ગુજરાતમાં સત્તા માટે ભાજપની 'તાનાશાહી' : ચૈતર વસાવાએ દાહોદની ઘટના અંગે કર્યા આકરા પ્રહાર

ડાંગ (વઘઈ અને આહવા): ચિઠ્ઠીથી નક્કી થયું ભાવિ

વઘઈ અને આહવા બંને જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. વઘઈમાં પ્રમુખ પદ ભાજપ (શકુંતલાબેન પાડવી) અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસ (ઈસદરબેન માહલા) પાસે ગયું. આહવામાં પ્રમુખ પદ કોંગ્રેસ (વીણાબેન ગાંગુર્ડે) અને ઉપપ્રમુખ પદ ભાજપ (ભૂપેશ પવાર)ને મળ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now